Western Times News

Gujarati News

શેખપુર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું યોજાયું

(પ્રતિનિધિ) શહેરા શહેરા તાલુકાનુ ગણિત વિજ્ઞાન પ્રદર્શન શેખપુર પ્રાથમિક શાળા ખાતે યોજાયુ હતુ.તાલુકા વિકાસ અધિકારી રણજીતસિંહ માટીયેડાના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું.ઉદ્‌ઘાટન સમારોહમાં ભાગ લેનાર બાળકોએ પોતે બનાવેલ કૃતિઓ વિશે જાણકારી આપી અને બાળકો થકી થયેલા શોધો ભવિષ્યમાં લોકો ઉપયોગી થાય અને ભાગ લેનાર તમામ બાળકો ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તેવા આશીર્વાદ પાઠવવામાં આવ્યા.શહેરા તાલુકાના આ પ્રદર્શનમાં કુલ પાંચ વિભાગોમાંથી કુલ ૧૦૭ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી અને ૧૦૭ કૃતિમાં ૨૧૪ બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.

શેખપુર શાળા ખાતે આ પ્રદર્શન નિહાળવા માટે તાલુકાની શાળાઓમાંથી ૧૬૫૦ બાળકોએ આ પ્રદર્શન નિહાળ્યું. ગણિત વિજ્ઞાનના શિક્ષકો દ્વારા ર્નિણય કરવામાં આવ્યો અને દરેક વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યો આ સાથે શહેરા તાલુકા દ્વારા વિશિષ્ટ આયોજન કરી દાતાઓ દ્વારા મેળવેલ રકમમાંથી ભાગ લેનાર તમામ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી જેમાં સ્કૂલબેગ, નોટબુક, પેન, પેન્સિલ, રબર, લંચબોક્સ, ફૂટપટ્ટી તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું. આ શૈક્ષણિક કીટ આપી ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.