Western Times News

Gujarati News

તુનિષા વિશે વાત કરતાં ભરાઈ આવી મિત્ર સાગરની આંખ

મુંબઈ, માત્ર ૨૦ વર્ષની ઉંમરમાં તુનિષા શર્માના આમ ચાલ્યા જવાથી તેનો પરિવાર, કો-એક્ટર અને ફેન્સ આઘાતમાં છે. ૨૪મી ડિસેમ્બરે સીરિયલ અલી બાબાઃ દાસ્તાન-એ-કાબૂલના સેટ પર લંચ બ્રેક દરમિયાન તે ટોઈલેટ જવાનું કહી બોયફ્રેન્ડ અને એક્ટર શીઝાન ખાનના મેકઅપ રૂમમાં ગઈ હતી અને ત્યાં જ જીવન ટૂંકાવ્યું હતું.

આ દુખદ સમાચાર સાંભળીને શો ઈન્ટરનેટ વાલા લવ’નો પૂર્વ કો-એક્ટર સાગર પારેખ ભાંગી પડ્યો હતો. તુનિષા અને શોમાં તેની સાથે કામ કરવા અંગે વાતચીત કરતાં સાગરે કહ્યું હતું કે ‘મે ઈન્ટરનેટ વાલા લવથી ટીવી ડેબ્યૂ કર્યું હતું અને ૧૬ વર્ષની છોકરી આટલું અદ્દભુત કામ કરી રહી હોવાનું જાણીને નવાઈ લાગી હતી. તે સમયે મને અહેસાસ થયો હતો કે મારે હજી ઘણું કામ કરવાનું છે.

હું નવો હોવાથી તેણે ઉમળકાભેર મારું સ્વાગત કરું હતું. તે નમ્ર હતી. હાલ સીરિયલ ‘અનુપમા’માં ‘સમર’ના પાત્રમાં જાેવા મળી રહેલા એક્ટરે ઉમેર્યું હતું કે ‘અમે તરત મિત્રો બની ગયા હતા. શોની લોન્ચ પાર્ટીમાં અમે ડાન્સ પણ કર્યો હતો. તેની સાથે કામ કરવાની મજા આવતી હતી.

અમે એકબીજાની મજાક ઉડાવતા હતા અને સાથે જમતા હતા. અમે કામ, જીવન, ટીવી શો અને ફિલ્મો વિશે વાત કરતા હતા. શો ખતમ થયા બાદ પણ અમે સંપર્કમાં હતો. નિયમિત વાત નહોતી થતી પરંતુ વોટ્‌સએપ અને ઈન્સ્ટાગ્રામ પર કોન્ટેક્ટમાં હતા.

તુનિષા શર્માના નિધનના સમાચાર સાંભળી સાગર આઘાતમાં સરી પડ્યો હતો. તેણે કહ્યું હતું ‘આ દિલ તોડી નાખે તેવા સમાચાર છે. જ્યારે મને ખબર પડી ત્યારે હું શૂટિંગ કરી રહ્યો હતો. તે માત્ર ૨૦ વર્ષની હતી.

હું મારી લાઈન ભૂલી ગયો હતો અને બે મિનિટનો બ્રેક લેવો પડ્યો હતો. મારે મારા મનને શાંત કરવું પડ્યું હતું અને તે હવે અમારી સાથે નથી તે હજી માન્યમાં આવે તેવું હતું. જાન્યુઆરી ૨૦૨૧માં આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે ડિપ્રેશન સામેની લડાઈ વિશે વાત કરી હતી.

આ વિશે સાગરને પૂછતાં તેણે કહ્યું હતું ‘તે ડિપ્રેશન સામે લડી રહી હોવાની મને જાણ નહોતી. તે ઘણી વાતોમાં બેચેન થઈ જતી હતી પરંતુ આવું પગલું ભરશે તેવું વિચાર્યું નહોતું’.

વધુમાં તેણે કહ્યું હતું કે ‘મને લાગે છે આજના લોકો, ખાસ કરીને યુવાનો ભાવનાત્મક રીતે નબળા હોય છે અને દિલની વાતમાં ખાસ, તુનિષા ખૂબ જ ભાવુક હતી. હું આશા રાખું છું કે આપણે આપણા તણાવ વિશે વધારે ખુલીને બોલતા થઈએ.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.