પત્ની શિખા રાજુ શ્રીવાસ્તવના અધૂરા સપના પૂરા કરશે

મુંબઈ, ૫૮ વર્ષની વયે કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું અવસાન થયું હતું. રાજુ શ્રીવાસ્તવે તારીખ ૨૧ સપ્ટેમ્બરે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ શ્રીવાસ્તવના પરિવારે તેમના નિધનની પુષ્ટિ કરી હતી.
મહત્વનું છે કે, ૧૦ ઓગસ્ટે રાજુ શ્રીવાસ્તવ દિલ્હીના એક જિમમાં કસરત કરી રહ્યા હતા ત્યારે તેમને એકાએક છાતીમાં દુઃખાવો ઉપડ્યો હતો અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. રાજુ શ્રીવાસ્તાવને હાર્ટ અટેક આવ્યા બાદ તેમને દિલ્હી એઈમ્સમાં લઈ જવાયા હતા.
હવે રાજુ શ્રીવાસ્તવની પત્ની શિખા શ્રીવાસ્તવે તેમના સપનાઓ પૂરા કરવાનો ર્નિણય લીધો છે. શિખા શ્રીવાસ્તવે કહ્યું કે રાજુ શ્રીવાસ્તવ જ તેમનું જીવન હતું. એક ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું કે, મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું છે. કદાચ હું તે ક્યારેય વ્યક્ત ન કરી શકું.
તેમનું શરીર તો ગયું, પણ મારું જીવન ગયું. મારા જીવનનો અડધો ભાગ તેમની સાથે વિતાવ્યો હતો. હું તેમને બાળપણથી ઓળખતી હતી. અમે એક લગ્નમાં જ મળ્યા હતા અને ત્યારથી અમે એકબીજા સાથે જાેડાયેલા છીએ.
શિખા શ્રીવાસ્તવે કહ્યું કે જ્યારે તે રાજુ શ્રીવાસ્તવ સાથે લગ્ન કરીને લખનૌથી મુંબઈ આવી ત્યારે તેના મનમાં અનેક સવાલો હતા. તે એક એવા પુરુષ સાથે લગ્ન કર્યા પછી સ્થાયી થઈ રહી હતી જેની નોકરીનો સમય નિયમિત નહોતો. શિખા શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, રાજુ શ્રીવાસ્તવ કામ સંભાળતો હતો અને તે ઘર સંભાળતી હતી. તેનું સંપૂર્ણ ધ્યાન હંમેશા રાજુ અને બાળકો પર હતું.
સફળતાની સાથે તે દરેક ઉતાર-ચઢાવમાં રાજુ શ્રીવાસ્તવ સાથે ઢાલ બનીને ઊભી રહી. શિખા શ્રીવાસ્તવે જણાવ્યું કે રાજુના ગયા પછી તે સમજી શકતી ન હતી કે તે પોતાની જાતને કેવી રીતે હેન્ડલ કરશે. પરંતુ કદાચ ખરાબ સમય જ પરીક્ષા કરે છે કે તમે કેટલા મજબૂત છો.
શિખા શ્રીવાસ્તવે જણાવ્યું કે રાજુ હંમેશાં તેમને ઓફિસ સંભાળવા માટે કહેતા હતા. શિખા શ્રીવાસ્તવે કહ્યું કે તેને હજુ પણ એવું લાગે છે કે તે કોઈ ખરાબ સપનું જાેઈ રહી છે. રાજુએ જે કંઈ અધૂરું છોડી દીધું છે તે બધું હવે પૂરું કરવાનું છે. બાળકોને સેટલ કરવાની સાથે કામ પર પણ ધ્યાન આપવું પડશે.SS1MS