Western Times News

Gujarati News

રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે ૧૦૦૦ રૂપિયા મળશે

ચેન્નાઈ, રાશન કાર્ડ ધારકો માટે એક મોટો સમાચાર આવી રહ્યા છે. જાે આપની પાસે રાશન કાર્ડ છે, તો હવે સરકાર તરફથી આપને જાન્યુઆરી મહિનામાં ૧૦૦૦-૧૦૦૦ રૂપિયા આપવામાં આવશે. તેના દ્વારા રાજ્ય સરકાર તરફથી નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકાર પણ ગરીબો અને જરુરિયાતમંદ લોકોને સમયે સમયે કેટલીય યોજનાઓ ચલાવે છે. તો આવો જાણીએ ક્યા રાજ્યના લોકોના ખાતામાં ૧૦૦૦ રૂપિયા સરકાર ટ્રાંસફર કરવાની છે. તમિલનાડૂ સરકારે રાજ્યના લોકોને પૈસા આપવાની જાહેરાત કરી છે.

રાજ્યના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને આગામી મહિને પોંગલ પર્વના અવસર પર રાશનકાર્ડ ધારકોને ૧૦૦૦ રૂપિયા આપવાના નિર્દેશ આપ્યા છે. તમિલનાડૂના મુખ્યમંત્રી એમ.કે સ્ટાલિને આદેશ આપતા કહ્યું કે, આગામી મહિને પોંગલના અવસરે રાશન કાર્ડ ધારકોને ૧૦૦૦-૧૦૦૦ રૂપિયા આપવાનું વચન આપવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દર વર્ષે પોંગલ પર ગરીબોને અમુક રકમ આપે છે. તેની સાથે જ ગીફ્ટ તરીકે ચોખા, ખાંડ અને જરુરી સામાન પણ આપે છે. એક સરકારી નિવેદનમાં જણાવ્યા અનુસાર, ૧૦૦૦ રૂપિયાની સાથે સાથે રાશન કાર્ડ ધારકોને ચોખા અને ખાંડ પણ આપવામાં આવશે.

આ આદેશ શ્રીલંકા પુનર્વાસ શિબિરોમાં રહેતા પરિવારો પર પણ લાગૂ થશે. સરકારી નિવેદન અનુસાર, લાભાર્થીઓને એક કિલો ચોખા અને એક કિલો ખાંડ પણ આપવામાં આવશે. સરકાર તરફથી લેવામાં આવેલા ર્નિણયથી રાજ્યના લગભગ ૨.૧૯ કરોડ કાર્ડ ધારકોને ફાયદો થશે.

આ ર્નિણયથી સરકારી ખજાના પર ૨૩૫૬.૬૭ કરોડ રૂપિયાનો બોઝ આવશે. સ્ટાલિને બે જાન્યુઆરીથી આ ગીફ્ટ આપશે અને ૧૫ જા્‌ન્યુઆરીએ આ તહેવાર મનાવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.