Western Times News

Gujarati News

ઓક્સફોર્ડ ગ્રેજ્યુએટ ભારતીય યુવતીની પોસ્ટ બની ચર્ચાનો વિષય

નવી દિલ્હી, ઓક્સફોર્ડ ગ્રેજ્ય ુએટ જૂહી કોરેની પોસ્ટ હાલ પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ LinkedIn પર ખૂબ જ વાયરલ થઇ રહી છે. પોતાની લાંબી પોસ્ટમાં જૂહીએ તેના નાના એટલે કે મમ્મીના પિતા વિશે ખૂબ જ ઇમોશનલ વાત કહી છે.

જૂહીને હાલમાં જ ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી માસ્ટર ડિગ્રી મળી છે. જૂહીએ જણાવ્યું કે, તેના નાના હંમેશા ઇચ્છતા હતા કે, તેઓ અભ્યાસ કરે પરંતુ પોતાના સોશિયલ સ્ટેટ્‌સના કારણે તેઓ પાછળ રહી ગયા.

મહારાષ્ટ્રના એક ગામમાં સામાન્ય જાતિના પરિવારમાંથી આવતા હતા, તેઓને ભણવાની ઘણી ઇચ્છા હતી, પરંતુ તેમના પરિવારમાંથી બે કારણોસર શાળાએ મોકલવામાં આવ્યા નહતા. ૪ બાળકોમાંથી સૌથી મોટાં હોવાના કારણે તેઓને ખેતરમાં કામ કરવાનું રહેતું હતું, જેથી પરિવારને બે ટાઇમ સમયસર ભોજન મળી શકે.

આ સિવાય માતા-પિતાને એ પણ ચિંતા હતી કે, સ્કૂલમાં અન્ય બાળકો અને શિક્ષકો નાના સાથે કેવો વર્તાવ કરશે? તે સમયે જૂહીના નાનાએ પેરેન્ટ્‌સની સામે એક શરત મુકી કે રાત્રે ૩ વાગ્યા સુધી તેઓ ખેતરમાં કામ કરશે અને બધાના ઉઠ્‌યા પહેલાં તેઓ પોતાનું કામ પુરું કરીને સવારે સ્કૂલે જશે.

જાે, માતાપિતાનો બીજાે ડર સત્ય સાબિત થયો. તેઓ દોઢ કલાક પગપાળા ચાલીને શાળાએ પહોંચતા અને પગમાં ચપ્પલ નહીં હોવાના કારણે તેઓને ક્લાસની અંદર બેસવાની પણ મનાઇ કરવામાં આવતી હતી, તેઓને ક્લાસની બહાર બેસાડવામાં આવતા હતા.

ખેતરમાં કામથી માત્ર ભોજન જ પુરૂ પાડી શકતા પરિવાર પાસે અભ્યાસ અર્થે પૈસા નહતા, તેથી તેઓ અન્ય બાળકોના જૂના પુસ્તકોથી ગામના લેમ્પ પોસ્ટ નીચે મોડી રાત સુધી બેસીને અભ્યાસ કરતા હતા.

સ્કૂલમાં અન્ય બાળકો તરફથી પરેશાની અને હેરાનગતિ છતાં તેઓની અભ્યાસ પ્રત્યેની પ્રતિબદ્ધતામાં ઉણપ ના આવી, તેઓએ અભ્યાસ પુરો કર્યો એટલું જ નહીં પણ પરિક્ષામાં પણ અન્યોને પાછળ છોડી દીધા. નાનાએ ૬૦ વર્ષની ઉંમરે માસ્ટર ડિગ્રી કમ્પલિટ કરી.

જૂહીના નાનાને સ્કૂલના પ્રિન્સિપાલે ઘણી મદદ કરી, તેઓની ક્ષમતાને પારખવા ઉપરાંત અભ્યાસમાં અનેક વર્ષો સુધી અવ્વલ આવ્યા બાદ તેઓની શાળાની ફી અને અન્ય મોટાં શહેરમાં રહેવાનો ખર્ચ પણ આપ્યો.

સ્કૂલ બાદ જ્યારે જૂહીના નાના ઇંગ્લિશ શીખવા મુંબઇ ગયા તો ત્યાં સરકારી બિલ્ડિંગમાં સફાઇ કર્મચારીની નોકરી કરીને બેચલર ઇન લૉની ડિગ્રી મેળવી. ૬૦ વર્ષી ઉંમરે પોતાની માસ્ટર ડિગ્રી સાથે તેઓ બિલ્ડિંગના ઉચ્ચ પદના સરકારી અધિકારી તરીકે રિટાયર થયા.

જૂહીના ઓક્સફોર્ડમાં ગ્રેજ્યુએશનના એક વર્ષ અગાઉ જ તેના નાનાનું નિધન થયું, તે ઇચ્છતી હતી કે તેના નાના આટલી મોટી યુનિવર્સિટીથી તેને ગ્રેજ્યુએટ થતા જૂએ. જૂહીની આ વાત દરેક બાળક માટે પ્રેરણાદાયક છે, જે અભ્યાસથી દૂર ભાગે છે અથવા માતા-પિતા તરફથી મળતી સુવિધાઓની કદર નથી કરતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.