લીવરને થતાં નુકશાનના લક્ષણોની અવગણના કરવી મુશ્કેલ છે
શરીરને સ્વસ્થ્યને રાખવા માટે લીવર મુખ્ય અંગ છે. તે ખાવાનું પચાવામાં અને શરીરને ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. લીવરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા શરીરને કમજાેર રાખે છે અને શરીરના બીમારીઓનું ઘર બની જાય છે. લીવરને થતાં નુકશાનના લક્ષણોની અવગણના કરવી મુશ્કેલ છે અને તેમ છતાં આપણે તેની અવગણના કરીને સમસ્યાઓને નોતરીએ છીએ.
લીવર ખરાબ થવાના કારણો,. આલ્કોહોલ કે અન્ય માદક દ્રવ્યોના લાંબા ગાળાના અને વધુ પડતા ઉપયોગથી લીવરની બીમારી થાય છે. દારૂ લીવરને સૌથી વધુ નુકસાન પહોંચાડે છે. કેટલીક અંગ્રેજી દવાઓના ઓવરડોઝને કારણે લીવરને નુકસાન થઈ શકે છે. ઉદાહરણ તરીકે, પેરાસિટામોલનો વધુ પડતો ઉપયોગ અને કેન્સરની સારવારમાં વપરાતી કેટલીક દવાઓ લીવરને અસર કરી શકે છે.
ઘણી વખત કોઈ વાયરસ, આનુવંશિક રોગ, ક્રોનિક મેલેરિયા, તાવ, વધુ મીઠાઈ, વધુ તળેલા ખોરાકનું સેવન, દૂષિત, વાસી ખોરાક, કબજિયાત વગેરેને કારણે લીવર બગડી જાય છે. ક્યારેક તાવ મટી ગયા પછી પણ લીવર ખરાબ રહે છે અથવા પહેલા કરતા સખત અને મોટું થઈ જાય છે. આ રોગના જીવલેણ સ્વરૂપને લીધે લીવર સિરોસિસ થઈ શકે છે. લીવર સંબંધી સમસ્યાઓ લીવર આપણા પાચનતંત્રમાં લોહીને ફિલ્ટર કરે છે.
ચયાપચય, શરીરમાં લોહીની ઉણપ અને બ્લડપ્રેશરથી લઈને અન્ય બધી ક્રિયાઓ માટે લીવરનું કાર્યશીલ રહેવું બહુ જ જરૂરી છે. લીવર પર આપણું સ્વાસ્થ્ય ર્નિભર કરે છે પરંતુ આજની પેઢી સ્વસ્થ જીવનશૈલી પર ધ્યાન નથી આપી રહી, આ જ કારણથી આજકાલ લીવર સંબંધી સમસ્યાઓ પણ વધી રહી છે. કેટલાક એવા ઝેરી પદાર્થો શરીરમાં પ્રવેશે છે જેના કારણે લીવર યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી.
લીવર ખરાબ થવાનું કારણ, કેટલીક પ્રકારની દવાઓનું વધારે પડતી લેવાથી લીવરને નુકશાન થાય છે. આજકાલ મોટાભાગના લોકોને નાની-નાની તકલીફોમાં સલાહ વિના જ મેડિકલ પરથી દવાઓ લઈને ખાવાની આદત હોય છે.પરંતુ શું તમે જાણો છો કે આવી પેઈન કિલર ખતરનાક રીતે લીવર અને કિડનીને નુકસાન પહોંચાડે છે. આ સિવાય લોકો ફિટ રહેવા અને વજન ઘટાડવા માટે વિવિધ એડવર્ટાઈઝમાં આવતી દવાઓનું પણ સેવન કરે છે.
આવી દવાઓ લીવરને બહુ જ હાનિ પહોંચાડે છે. ત્યાં પેરાસિટામોલ પણ લીવર માટે નુકશાનકારક હોય છે. પેરાસિટામોલનું હેવી ડોઝ લીવરને નિષ્ક્રિય કરી દે છે. દારૂ પીનારા લોકોને આ દવા બેગણું વધારે નુકશાન કરે છે. તેથી આજે અમે તમણે જણાવીશું લીવરને સ્વસ્થ રાખવા માટેનાં ઉપાયો વિશે. લીવરને સ્વસ્થ રાખવાના ઉપચાર-લસણનું સેવન કરવું.
લસણમાં એવા તત્ત્તવો હોય છે જે લીવરને સ્વસ્થ રાખવા માટે બહુ ફાયદાકારક છે. દરરોજ એક કળી લસણનું સેવન કરવાથી લીવર સ્વસ્થ રહે છે. તે શરીરમાં રહેલાં નુકશાનકારક પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. તે સિવાય પાણી અને મધ પણ લીવરને સ્વસ્થ રાખવા માટે બહુ ઉપયોગી છે. પાણીમાં મધ નાખીને તેને થોડું ગરમ કરી લેવું. સવારે ખાલી પેટે તેનું સેવન કરવું. તેનાથી આખો દિવસ શરીરમાં ઉર્જાનો સંચાર થશે. તેમજ શરીર તદુંરસ્ત રહેશે.
લીવર-યકૃત ખરાબ થવાના લક્ષણો ઃ પેટની ઉપરની જમણી બાજુમાં દુખાવો. પેટ પર સોજા આવવાને કારણે પેટ બહાર જવું એ લિવર સિરોસિસ રોગનો સંકેત હોઈ શકે છે. આ રોગમાં જીભ ગંદી થઈ જાય છે અને મોઢાનો સ્વાદ ખરાબ થઈ જાય છે. આ રોગમાં સુસ્તી, માથાનો દુખાવો, કાળા ઝાડા, ઉબકા, કબજિયાત અને ઉબકા જેવા લક્ષણો દેખાઈ શકે છે. જમણા ગર્ભાશયમાં પાંસળીની નીચે વજન અને સંપૂર્ણતાનો અહેસાસ વગેરે લક્ષણો જાેવા મળે છે. લીવરને નુકસાન થવાને કારણે લોહીમાં પિત્ત રંજકદ્રવ્ય બિલીરૂબિનનું સ્તર વધી જાય છે જેના કારણે પેશાબનો રંગ ઘેરો પીળો થઈ જાય છે. ચામડી નો અને આંખો માં સફેદ ભાગ નો રંગ પીળો થઈ જાય છે.
દાડમનો રસ પીવાથી લીવરના રોગમાં ફાયદો થાય છે કુવારપાઠાના રસમાં હળદર મેળવી પીવાથી લીવરના રોગો મટે છે.દરરોજ સવારે આખા ચોખા એક ચપટી ગળી જઈ ઉપર પાણી પીવાથી લીવરના દર્દીને આરામ થાય છે. શરપંખો ચોમાસામાં જ્યાં-ત્યાં ઉગી નીકળે છે. તે ૨-૩ ફુટની ઉંચાઈ ધરાવે છે. તેને નાની અને ચપટી શીંગો થાય છે. તેનું પાન તોડતાં તે તીર જેવો આકાર બનાવે છે. આ શરપંખો યકૃત-લીવર અને બરોળ-સ્પ્લીનના રોગોમાં ખુબ સારું કામ આપે છે. તેનાં લીલાં કે સુકાં પાન લઈ, અધકચરાં ખાંડી, ઉકાળો બનાવી પીવાથી શરીરનાં આ બે મહત્વનાં અંગોની ફરીયાદ મટે છે.
લીવર કે બરોળનું વધવું, તેમાં સોજાે આવવો, દુઃખાવો થવો, તેમનું કઠીનીકરણ થવું વગેરે મટે છે. વળી આ બન્નેમાંથી ગમે તે અવયવ બગડવાથી થતા રોગો જેવા કે પાંડુ, કમળો, કમળી, અશક્તી, ભુખ ન લાગવી વગેરે પણ મટે છે. લીંબુનો રસ પાણીમાં મેળવી તેમાં મરીનું ચુર્ણ નાખી પીવાથી યકૃતના રોગો મટે છે. ૫૦૦ ગ્રામ પાકાં જાંબુ લઈ તેનો રસ કાઢવો. એને કપડાથી ગાળી છઠ્ઠા ભાગે બારીક વાટેલું સીંધવ મેળવવું. એને શીશીમાં ભરી મજબુત બુચ મારી એક અઠવાડીયા સુધી રાખી મુકવાથી જાંબુદ્રવ તૈયાર થાય છે. જાંબુદ્રવ આંતરે દીવસે સવારે કેટલાક દીવસ સુધી પીવાથી યકૃતની ક્રીયા નીયમીત બની યકૃતનો સોજાે, યકૃતવૃદ્ધી અને પ્લીહોદર મટે છે.
કાચા પપૈયાનું ૧૦ ગ્રામ દુધ સાકર સાથે મેળવી ત્રણ ભાગ કરી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લેવાથી યકૃતવૃદ્ધી મટે છે. લીવરને હંમેશા સ્વસ્થ રાખશે આ ઘરગથ્થું ઉપચાર. લોકોને એવું લાગે છે કે માત્ર દારૂ પીવાથી જ લીવરને નુકસાન થાય છે પરંતુ એવું વિચારવું ખોટું છે કારણ કે કેટલીક એવી આદતો અને વસ્તુઓ છે જેના કારણે લીવરને ખૂબ જ નુકસાન થાય છે. લીવર ખરાબ થઈ જવાથી ખોરાકને પચવામાં સમસ્યા થાય છે અને પેટમાં દુઃખાવો થાય છે. એટલાં માટે લીવરને સ્વસ્થ રાખવું જરૂરી છે.
લીવરને નુકસાન થાય તો શું ખાવું?તાજા ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીનો વપરાશ.વધુ માત્રામાં પાણી પીવો.પાલક અને બીટરૂટનો રસ પીવાથી લીવરના રોગોમાં ફાયદો થાય છે.યાદ રાખો, લીવરના રોગોમાં દર્દીનો ખોરાક હળવો અને સરળતાથી સુપાચ્ય હોવો જાેઈએ. લીવરને નુકસાન થાય તો શું ન ખાવું જાેઈએઃદારૂ, ચા, કોફી, જંક ફૂડ વગેરેથી દૂર રહો.એન્ટિબાયોટિક્સ વધારે ન લો.સફેદ બ્રેડ, બર્ગર, જંક ફૂડ અને મેડામાંથી બનેલો ખોરાક ન ખાવો.વધુ પડતા તળેલા ખોરાકને ટાળો.પાસ્તા, ચા, મેગી, ચૌમીન, કોફી, તમાકુ, માંસ ખાસ કરીને લાલ માંસ અને મીઠાઈઓ ન ખાઓ કે પીશો નહીં.
હળદર અને દૂઘ હળદરમાં એવા ગુણો હોય છે જે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રાતે ઊંઘતા પહેલાં એક ગ્વાસ ગરમ દૂધમાં મધ નાંખીને પીવું. તેનાથી લીવરની સમસ્યાથી રાહત મળશે. લીલા પાંદડાવાળા શાકભાજી.લીવરને સ્વસ્થ રાખવા માટે લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરવું જરૂરી છે. તેમાં રહેલાં તત્ત્તવો શરીરના ઝેરી પદાર્થને બહાર નીકાળવામાં મદદ કરે છે. તમે લીલા પાંદડાવાળા શાકભાજીનો જ્યૂસ બનાવીને પણ પી શકો છો.સફરજન અને એપ્પલ સાઈડર વિનેગર, એપ્પલ સાઈડર વિનેગર લીવરના ઝેરી તત્ત્તવોને બહાર નીકાળે છે.
તે સિવાય તેનું સેવન કરતા પહેલાં પીવાથી શરીરમાં ચરબી ઓછી થાય છે. તેના માટે મધ અને પાણીનો ઉપાય-સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં લીંબૂનો રસ અને મધ મિક્ષ કરીને પીવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બહુ જ લાભકારી માનવામાં આવે છે. આ વાત તો આપણે જાણીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે મધને ગરમ પાણી સાથે લેવાથી લીવરની સફાઈ કરવામાં અને વજન ઓછું કરવામાં મદદ મળે છે, સાથે જ શરીરમાંથી વિષાક્ત પદાર્થો પણ દૂર થાય છે. તેમાં રહેલું એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણોને કારણે આ તમારા આખા શરીરની આંતરિક સફાઈ પણ કરે છે. તેમજ લીવરને પોતાની રીતે પણ સ્વસ્થ રાખવા પ્યૂરીફાઈડ પાણી પીઓ. ખરાબ ખોરાક લેવાથી બચવું. કસરત કરવી. દારૂ ન પીવું.