અંગછેદન ખતરનાક પણ સાબિત થઈ શકે છે
સદીઓથી આપણે ત્યાં મહિલાઓના કાન અને નાકમાં છેદ પાડીને ત્યાં આભૂષણ પહેરવાની પ્રથા છે. નાકની નથ અને કાનની બુટ્ટીઓ સ્ત્રીની શોભામાં ચાર ચાંદ લગાવે છે. પરંતુ આજના ફેશનેબલ યુવાનો શરીરના વિવિધ અંગોનું છેદન કરીને જાતજાતના જાેખમ લેવા તૈયાર થાય છે. નવા ફેશન ટ્રેન્ડ પ્રમાણે પાંપણ, હોઠ, જીભ, નાભિ જેવા સંવેદનશીલ અંગનું છેંદન પણ કરે છે.
કોઈ ફિલ્મસ્ટાર તેની નાભિમાં, હોઠ કે વક્ષ પર સુંદર ટેટુ કરાવે, કોઈ સ્પોર્ટસ સ્ટારે તેના બાવડા પર કોઈ રંગબેરંગી પ્રતિક ચિહ્ન કર્યું હોય કે કોઈ રોક સ્ટાર તેના હોઠ કે પાંપણ પર છેદન કરાવીને સેકસી કડી પહેરે તો તેની અદાથી તમે આકર્ષાઈ જાવ છો. ગયે વર્ષે રજૂ થયેલી ‘નાચ’ ફિલ્મમાં અંતરામાલીને વધોર લોકપ્રિયતા ન મળી પરંતુ તેની નાભિમાં રહેલી વાળીમાં યુવાનોને સીેકસ અપીલ દેખાય હતી. આવા સ્ટારને જાેઈને આપણે પણ આપણા અંગો પર આકર્ષક ટેટુ કે છેદન કરાવવાની ઈચ્છા થાય છે અને તે આપણને પણ સરસ લાગે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે.
સૌંદર્ય નિષ્ણાતોનુ કહેવું છે કે, ગલીમાં ફરીને પારંપારિક રીતે અંગ છેદન કરનારાઓ કે ટેટૂ દોરનારાઓ પાસે કયારેય આ ક્રિયા ન કરાવવી. કોઈ સારા પાર્લરમાં જઈને પ્રોફેશનલ આર્ટીસ્ટની પાસે જ આવી પ્રક્રિયા કરાવવી જાેઈએ. અંગ છેદન કરવાનો ખર્ચ લગભગ ૩૦૦ થી પ૦૦ રૂપિયા આવે છે. તે જગ્યાએ સોના કે ચાંદીની નાની સુંદર બુટ્ટી કે કડી પહેરી શકાય છે.
આજકાલ તો મેગ્નેટીક આભૂષણોનું ચલણ પણ જાેવા મળે છે. આવી બુટ્ટી પહેરવાથી અંગછેદન કર્યું હોવાનો આભાસ થાય છે. ટેટુ અથવા અંગછેદન કરાવતાં પહેલા થોડી સ્વાસ્થ્ય સંબંધિત માહિતી પર પણ ધ્યાન આપવું.
ચેપ (ઈન્ફેકશન) : પરમેનન્ટ ટેટૂ અથવા અંગછેદન માટે ત્વચા પર જે જગ્યાએ સોયનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં બેકટેરિયાનો ચેપ લાગવાનું જાેખમ વધારે રહે છે. નાભિ, જીભ, ગુપ્તાંગ જેવી જગ્યા પર તે વધારે જાેવા મળે છે. આ ચેપ ત્વચાના કોષોમાં અંદર સુધી પ્રસરી જાય તો તે કોષો મૃત થઈ જાય છે. ડિસ્પોસેબલ સોય તથા ઉપકરણોનો ઉપયોગ ન કરવામાં આવે તો હિપેટાઈટીસ કે એચઆઈવીના ચેપ લાગી શકે છે.
એલર્જી : સામાન્ય રીતે જાેવા મળે છે કે, ખોટી જગ્યાએ અંગછેદન કરવાથી સંવેદનશીલ ત્વચામાં એલર્જી થઈ શકે છે. દુખાવો, સોજાે તથા અંગછેદનવાળી જગ્યા બીમારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. અંગછેદન બાદ નિકલ ધાતુની બુટી પહેરવાથી એલર્જીની તકલીફ વધે છે. ભવિષ્યમાં સમસ્યા ઃ જીભમાં કાયમી ધોરણે છેદ પાડવાથી આગળ જતાં તકલીફ થાય છે. કારણ કે અહીં પહેરેલા આભૂષણને કાઢી શકાતું નથી. એટલે ભવિષ્યમાં જયારે એમઆરઆઈ કે સ્કેનીંગ જેવું પરીક્ષણ કરાવવાનું થાય તો ઈજા થવાનો ભય રહે છે. ઓપરેશન વખતે ખાવા-પીવાની નળી (રાયલ્સ ટયુબ) નાખતી વખતે પણ ખૂબ જ તકલીફ થાય છે.
મોઢું અને દાંતની સમસ્યા : શરીરના અન્ય અંગો કરતાં મોઢામાં બેકટેરિયાનો ચેપ લાગવાનું જાેખમ વધારે રહે છે. જીભમાં છેદનને કારણે આ ચેપ ઝડપથી પ્રસરે છે. જીભ મોઢાનો સૌથી સંવેદનશીલ ભાગ છે. તેથી છેદન વખતે તેમાંથી ખૂબ જ લોહી નીકળે છે. કેટલીક એવી ઘટનાઓ પણ જાેવા મળી છે, જેમાં જીભમાં પહેરેલી કડીને વ્યક્તિ ગળી પણ જાય છે. આવી કડી પહેરવાથી સરખી રીતે જીભ પણ સાફ કરી શકાતી નથી. તેથી મોઢામાંથી વાસ આવે છે. આના લીધે દાંત પણ સડે છે. સ્તનની સમસ્યા : યુવતીઓ દ્વારા નિપ્પલનું છેદન ઘાતક સાબિત થઈ શકે છે. પ્રસુતિબાદ સ્તનપાન કરાવતી વખતે ખૂબ જ તકલીફ થાય છે નિપ્પલની ગ્રંથિઓને ઈજા થવાને કારણે તે થોડી વખત મૃતપાય અવસ્થામાં રહે છે.