મારા બધા મિત્રોમાં ઓર્ગેનિક ખેતીવાડીને પ્રમોટ કરું છું: રોહિત ડાગા

કલાકારો ખેતીવાડી માટે તેમના પ્રેમ વિશે વાતો કરે છે
કલાકારો તેમના પડદા પરનાં કામ માટે લોકપ્રિય બને છે, પરંતુ તેમના ફુરસદના સમયમાં તેઓ પાળે તે શોખ વિશે બહુ ઓછા લોકોને જાણકારી હોય છે. કિસાન દિવસ પર એન્ડટીવીના કલાકારો અશોક (મોહિત ડાગા), કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને અંગૂરીભાભી (શુભાંગી અત્રે) તેમની ખેતીવાડીની પાર્શ્વભૂ, ખેતીવાડીનાં ક્ષેત્ર પર તેમની મજેદાર યાદો અને જીવનની રીત તરીકે ખેતીવાડી પસંદ કરવા વિશે મજેદાર વાતો કરે છે.
એન્ડટીવી પર શો દૂસરી મામાં અશોકની ભૂમિકા ભજવતો રોહિત ડાગા કહે છે, “હું ખેડૂતનો ગૌરવશાળી પુત્ર છું. હું મધ્ય પ્રદેશના ગરડવારાનો છું અને નયનરમ્ય કૃષિ ખેતરોમાં ઊછર્યો છું. મારો પરિવાર ઘણાં વર્ષથી આ વ્યવસાયમાં છે. હવે હું અભિનેતા છું, પરંતુ અગાઉ હું ખેડૂત હતો અને પિતાને મદદ કરતો.
અમારું ખેતર મારા ઘરથી 20 કિલોમીટર દૂર હતું અને મારા મિત્રો અને હું દરેક વીકએન્ડમાં ત્યાં પિકનિક માણવા માટે જતા હતા તે આજે પણ યાદ છે. અમે તે ફાર્મ ટ્યુબ વેલમાં નાચતા, શેરડી ખાતા અને તેમાંથી રસ કાઢતા હતા. ટ્રેક્ટર પર સવારી અને ખેતર ખેડવાની મજા આવતી.
અમારા ખેતરમાં અમે મોસમને આધારે સોયાબીન, અડદ, શેરડી જેવા ખરીફ પાક ઉગાડતા હતા. મારું મૂળ હંમેશાં ખાસ કરીને ઓર્ગેનિક સહિત ખેતીવાડી રહ્યું છે. હું મારા વતનમાં હોઉં ત્યારે મારા બધા મિત્રોમાં ઓર્ગેનિક ખેતીવાડીને પ્રમોટ કરું છું. આજકાલ જંતુનાશકના ઉપયોગમાં પણ મોટો વધારો થયો છે, જે જંતુઓથી છુટકારો મેળવવા માટે સસ્તી રીત છે.
જંતુનાશકનો ઉપયોગ ખરેખર તો હાનિકારક છે અને પાકની ગુણવત્તા ઓછી કરે છે, જેથી અમે ઓર્ગેનિક ખેતીવાડી પર ધ્યાન કેન્દ્રિત કરતા અને અમુક નવી ટેક્નિક્સ વિકસાવતા હતા. હું હંમેશાં મુંબઈમાં નાનું ખેતર ધરાવવાનું સપનું જોતો હતો, જ્યાં હું મારી બધી મનગમતી શાકભાજી અને ફળ ઉગાડી શકું.”
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્માની ભૂમિકા ભજવતી હિમાની શિવપુરી કહે છે, “હું ખેડૂત પરિવારનો છું. મારા પિતા સંસ્કૃતના શિક્ષક હતા, જેથી તેઓ ધ ડૂન સ્કૂલમાં ગયા હતા. જોકે મારા કાકા અમારાં ખેતરો અને બાગનું ધ્યાન રાખતા હતા. હું ઉત્તરાખંડમાં સફરજન, પ્લમ અને બદામના છોડ વચ્ચે ઊછરી છું.
મારા કાકાના નિધન પછી મારી કાકી અને તેની પુત્રવધૂ ખેતીવાડીના વ્યવસાયનું ધ્યાન રાખે છે. હું મારા વતનમાં જાઉં ત્યારે ખેતરમાં જાઉં છું, જ્યાં મારી બાળપણની યાદો તાજી થાય છે. હું ખેતરમાં કલાકો વિતાવું છું અને અમુક વાર તેમને મદદ પણ કરું છું.
મેં મારા કાકા પાસેથી ખેતીવાડીનાં ઘણા બધા બેઝિક્સ શીખ્યા છે, જેમ કે, વાવણી, લણણી, નિંદણ કાઢવું, સંગ્રહ વગેરે. મારે કહેવું જોઈએ કે ખેતીવાડી સૌથી મુશ્કેલ કામમાંથી એક છે. હું ખેડૂત પરિવારમાં જન્મી અને ઊછરી તેનું મને ગૌરવ છે. મને મુંબઈના ઘરમાં પણ ખેતીવાડી કરવાનું બહુ ગમે છે.
હું ઓર્ગેનિક ખેતીવાડી કરું છું. હું પાલક, ફેનુગ્રીક, કડીપત્તાં, સ્પેરમિંટ, કારેલું, મરચાં, લીંબું અને ઘણી બધી લીલી શાકભાજી ઉગાડું છું. આ છોડ મારે માટે બાળક જેવા છે અને હું તેમની બહુ સંભાળ રાખું છું. ખેતરમાં હોવાથી મને ભાન થયું કે ખેતીવાડી વ્યવસાય નથી, પરંતુ જીવનની રીત પણ છે.”
એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અંગૂરી ભાભીની ભૂમિકા ભજવતી શુભાંગી અત્રે કહે છે, “મને ખેતરો અને બાગ જોઈને ખુશી થાય છે. ફળોથી ભરચક ઝાડ જોઈને મને બહુ ખુશી થાય છે, જે પછી હું પોતાનું ઝાડ ઉગાડવાનું સપનું જોવાનું શરૂ કરું છું. ઈમાનદારીથી કહું તો ખેતીવાડી માટે જમીન લેવાનું મારું બાળપણથી સપનું રહ્યું છે.
ચાર વર્ષ પૂર્વે મેં મહારાષ્ટ્રમાં માલશેજ ઘાટ નજીક જમીન લીધી હતી અને ખેતીવાડી શરૂ કરી હતી. તે ફળની ખેતી હતી અને મેં પેરૂ, ચીકુ, કેરી, જેકફ્રૂટ અને જાંબુ ઉગાડ્યા હતા. તાજેતરમાં મેં મારા ભાભીજી ઘર પર હૈ પરિવારને મારા ખેતરના પેરૂ ખવડાવ્યા. બધાને તે ગમી ગયા છે.
હું ઓર્ગેનિક ખેતી કરું છું અને શૂટિંગ નહીં હોય ત્યારે મારો સમય તેમાં વિતાવવા પ્રયાસ કરું છું. નિખાલસતાથી કહું તો સેન્દ્રિત ખેતીવાડી નવો વ્યવહાર નથી. દાયકાઓ પૂર્વે કોઈ પણ હાનિકારક રસાયણો અથવા જંતુનાશકો વિના ખેતીવાડી કરાતી તે જ આ રીત છે.
મારા કેરીના ઝાડમાં ફૂલ આવ્યાં છે અને તે મારા મનગમતા ફળમાં પરિવર્તિત થતું જોવાની મને ઉત્સુકતા છે. હું પક્ષીઓ પણ ખાઈ શકે તે માટે ઝાડ પર પૂરતાં ફળો રાખીશ. તેમને ફળો ખાતાં જોઈને મને પરિપૂર્ણતાની લાગણી થાય છે.”