Western Times News

Gujarati News

ડ્યુટી ફ્રી ઇમ્પોર્ટને આગળ પણ ચાલુ રાખવાની જાહેરાત

નવી દિલ્હી, નવા વર્ષની શરુઆત કોઈ સારા ચોઘડિયામાં થઈ રહી હોવાનું લાગી રહ્યું છે. કારણ કે સરકાર એવું પગલું ભર્યું છે જેનાથી નવા વર્ષમાં લોકોને તુવેરની દાળ, અડદની દાળ અને અન્ય દાળો સસ્તી જ મળવાનું ચાલું રહેશે. સરકારે આ માટે તમામ દાળો પર ડ્યુટી ફ્રી ઈમ્પોર્ટની મર્યાદને વધારી દીધી છે.

જેથી હાલ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી દાળ પર ફ્રી ઈમ્પોર્ટ ડ્યુટી ચાલુ રહેશે. દાળની સાથે સાથે સરકારે પામ ઓઇલ પર પણ ફ્રી ઈમ્પોર્ટ ડ્યુટી વધારી દીધી છે. અહેવાલ અનુસાર ઇમ્ડ્ઢ પામોલીનમાં ફ્રી ઇમ્પોર્ટ ડ્યુટી આગામી આદેશ સુધી ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

ભારતે નાણાકીય વર્ષ ૨૦૨૩માં એપ્રિલથી ઓક્ટોબર દરમિયાન ૨૦ કરોડ ડોલરના અડદ, ૧૯.૪ કરોડ ડોલરની તુવેર દાળ આયાત કરી હતી. એક સૂચનામાં માહિતી આપતાં, ડીરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડએ કહ્યું કે અડદ અને તુવેરની દાળ માટેની ફ્રી આયાત નીતિ ૩૧ માર્ચ, ૨૦૨૪ સુધી લંબાવવામાં આવશે. ડ્યુટી ફ્રી આયાત મર્યાદા વધારવા પાછળનો સરકારનો હેતુ ફુગાવાને અંકુશમાં લેવાનો છે.

નોટિફિકેશનમાં DGFTએ રિફાઇન્ડ બ્લીચ્ડ ડિઓડોરાઇઝ્‌ડ પામ ઓઇલ અને પામોલિનની ડ્યૂટી ફ્રી આયાતને ૩૧ ડિસેમ્બર, ૨૦૨૨ની વિસ્તૃત સમયમર્યાદાથી આગળની સૂચના સુધી લંબાવી છે. સરકારની નવી જાહેરાત મુજબ હવે અડદની દાળ, તુવેર દાળ અને RBD પામોલીન પર ડ્યૂટી ફ્રી આયાત ચાલુ રહેશે.

હવે આ વસ્તુઓની આયાત પર કોઈપણ પ્રકારની ડ્યુટી નહીં લાગે. સરકારના આ પગલાથી મોંઘવારી પર અંકુશ આવશે અને સામાન્ય માણસને રાહત મળશે. કઠોળ અને તેલના ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે ઈમ્પોર્ટ ફ્રી ડ્યુટીની જાહેરાત કરી હતી. જાે કે, ડિરેક્ટોરેટના નવા આદેશો મુજબ, કેરળના કોઈપણ બંદર દ્વારા આ શુદ્ધ તેલની આયાતને મંજૂરી આપવામાં આવશે નહીં તે પ્રતિબંધ જાળવી રાખવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.