બેન્કોકથી આવી રહેલી ફ્લાઈટમાં પેસેન્જરો વચ્ચે થઈ મારામારી
નવી દિલ્હી, આપે બસ અને ટ્રેનોમાં તો મોટા ભાગે સીટને લઈને મુસાફરો વચ્ચે ઝઘડા થતાં જાેયા હશે, પણ આ ઝઘડા જમીનથી હજારો ફુટની ઊંચાઈ પર પણ જાેવા મળી રહ્યા છે. જી હાં, આવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
જેમાં બેન્કોકથી આવી રહેલી ફ્લાઈટમાં ભારતીય પેસેન્જરો ઝઘડો જ નહીં પણ ફ્લાઈટમાં મારામારી પણ કરી હતી. તો વળી પ્લેન ક્રૂ સ્ટાફ તેમને સતત શાંત પાડવાની કોશિશ કરતા દેખાયા હતા.
વાયરલ થઈ રહેલા લડાઈના વીડિયોમાં બે વ્યક્તિ એક બીજા સાથે ઉગ્ર બોલાચાલી કરી રહ્યા છે અને વિમાન ચાલક દળના સભ્યો તેમને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા છે. પુરુષોમાંથી એક શાંતિથી બેઠેલા શખ્સ બોલતા જણાય છે, જ્યારે બીજાે કહે છે હાથ નીચે રાખીને વાત કર. બસ પછી તો, તેની થોડી સેકન્ડોમાં જ મારામારી ચાલુ થઈ ગઈ.
એકબીજા પર ઝપાઝપી અને મારામારીનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જાેઈ શકાય છે કે, એક માણસ પોતાના ચશ્મા હટાવે છે અને બીજા શખ્સને મારવા લાગે છે. તો વળી બાજૂમાં ઊભેલા એક યુવકે પણ દોસ્તની સાથે મારપીટમાં સામેલ થઈ જાય છે. જાે કે, બીજા વ્યક્તિએ વળતો ઘા ન કર્યો અને તેણે ફક્ત પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતો દેખાય છે.
તો વળી આ વીડિયોમાં સહ યાત્રિઓ અને કેબન ક્રૂને લડાઈ રોકવા માટે કહેતા હોવાનું સંભળાઈ રહ્યું છે. આ ઘટના કથિત રીતે બેન્કોકથી કલકત્તા જઈ રહી છે. હાલમાં આ મામલામાં અત્યાર સુધીમાં થાઈ સ્માઈલ એરવેઝ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. તો વળી ઝઘડો કરી રહેલા આ યુવકો પર કંઈ કાર્યવાહી થઈ છે, તેને લઈને કોઈ જાણકારી સામે આવી નથી.SS1MS