Western Times News

Gujarati News

NRI મહિલાના ખોટા દસ્તાવેજો ઊભા કરી પૂર્વ પતિએ ખોલાવ્યું બેંક અકાઉન્ટ

અમદાવાદ, બુધવારે દુબઈમાં રહેતી દ્ગઇૈં મહિલાએ પોતાના પૂર્વ પતિ સામે છેતરપિંડી અને ફોર્જરીની ફરિયાદ નોંધાવી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન મહિલાએ આક્ષેપ કર્યો કે, તેના પૂર્વ પતિએ ભારતમાં તેના નામના ખોટા દસ્તાવેજાે બનાવીને બેંકમાં ખાતું ખોલાવ્યું હતું અને બાદમાં પતિ પાસેથી ૨ કરોડ રૂપિયાની લોન લીધી હતી તેવું દર્શાવ્યું હતું.

બર દુબઈના રહેવાસી ૪૬ વર્ષીય હિના જાંગળા કે જેઓ હાલ મુંબઈમાં રોકાયા છે, તેમણે વસ્ત્રાપુર પોલીસ પાસે નોંધાવેલી પોતાની FIRમાં જણાવ્યું કે, તેઓ ૧૯૮૫થી દુબઈમાં રહે છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૪ ફેબ્રુઆરી ૨૦૦૭ના રોજ તેમણે અમદાવાદના પ્રેમચંદનગરમાં રહેતા લલિત દુલાની સાથે લગ્ન કર્યા હતા.

હિના જાંગળાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે, ૩૦ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ તેના પતિએ તેને તરછોડી દીધી હતી. જે બાદ પતિએ ઈસ્લામ ધર્મ અપનાવીને બીજી મહિલા સાથે લગ્ન કર્યા હતા.

૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ લલિતે હિનાને ડિવોર્સ નોટિસ મોકલી હતી અને બાદમાં તેઓ કાનૂની રીતે અલગ થયા હતા. હિના જાંગળાએ પોતાની એફઆઈઆરમાં જણાવ્યું કે, તેણે પૂર્વ પતિની પ્રોપર્ટીમાં ૫૦ ટકા હિસ્સો લેવા માટે દુબઈની કોર્ટમાં સિવિલ કેસ દાખલ કર્યો હતો. કોર્ટમાં સુનાવણી દરમિયાન, લલિતે ૨.૧૦ કરોડના ૨૧ ચેક રજૂ કર્યા હતા જેના પર કથિત રીતે હિનાની સહી હતી.

તેણે આરોપ લગાવ્યો કે, હિનાએ તેની પાસેથી આ રકમ ઉધાર લીધી હતી. હિનાએ જણાવ્યું કે, આ ચેક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની સેટેલાઈટ બ્રાંચના હતા અને અહીં તેણે ક્યારેય ખાતું ખોલાવ્યું જ નહોતું. હિનાએ ફરિયાદમાં એમ પણ કહ્યું કે, તેના બધા જ ડૉક્યુમેન્ટ્‌સમાં તેનું નામ હિના જાંગળા છે પરંતુ તેના પૂર્વ પતિએ જે દસ્તાવેજાે કોર્ટમાં રજૂ કર્યા છે તેમાં તેનું નામ હિના દુલાની લખેલું છે.

તેણીએ કહ્યું કે, દુબઈ કોર્ટે તેનો કેસ ફાઈનાન્શિયલ એક્સપર્ટને ટ્રાન્સફર કર્યો હતો તેમણે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પાસેથી માહિતી માગી હતી પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.

ફરિયાદીએ જણાવ્યું કે, તેઓ ભારત આવ્યા અને આ કેસમાં પૂછપરછ કરી ત્યારે માલૂમ થયું કે, તેના પૂર્વ પતિએ બેંકના અમુક ઓફિસરો સાથે મળીને ૨૦૦૮માં નકલી દસ્તાવેજાે બનાવ્યા હતા અને બાદમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્દોરમાં ખાતું ખોલાવ્યું હતું, બાદમાં આ બેન્ક SBI સાથે મર્જ થઈ ગઈ હતી.

હિનાએ કહ્યું કે, ભારતમાં તેના કોઈ ઓળખપત્રો કે બેન્ક અકાઉન્ટ નથી. વસ્ત્રાપુર પોલીસે મહિલાના પૂર્વ પતિ અને અન્ય ચાર શખ્સો સામે વિશ્વાસઘાત, છેતરપિંડી, ફોર્જરી, નકલી દસ્તાવેજાેને સાચા તરીકે રજૂ કરવા અને ઉશ્કેરણીનો ગુનો દાખલ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.