ICICI પ્રુડેન્શિયલ લાઇફની AUM ₹2.5 લાખ કરોડને આંબી ગઈ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/11/icici-prudential.jpg)
- કંપનીમાં પોલિસીધારકોએ મૂકેલા વિશ્વાસનું પ્રતીક
- શરૂઆતથી ઝીરો એનપીએનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે
- કંપનીએ ગ્રાહકોને તેમના નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા સક્ષમ બનાવવાનું જાળવી રાખ્યું
મુંબઈ, આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીએ એસેટ્સ અંડર મેનેજમેન્ટ (એયુએમ)માં ₹2.5 લાખ કરોડનું સીમાચિહ્ન સર કર્યું છે, જે એના ગ્રાહકોએ કંપનીમાં મૂકેલા વિશ્વાસનું મહત્વપૂર્ણ પ્રતીક છે. આ ગ્રાહક-કેન્દ્રિત ઉત્પાદનો પૂરાં પાડવાનું, ન્યૂ બિઝનેસ પ્રીમિયમમાં વૃદ્ધિનું, ઉદ્યોગમાં અગ્રણી સાતત્યતા રેશિયો, ગ્રાહકને શ્રેષ્ઠ સેવા અને રિસ્ક-એડજસ્ટેડ વળતર પ્રદાન કરવાનું પરિણામ છે.
કંપનીએ 22 વર્ષ અગાઉ ડિસેમ્બર, 2000માં કામગીરી શરૂ કરી હતી અને નાણાકીય વર્ષ 2001ના અંતે અંદાજે ₹100 કરોડની એયુએમ ધરાવતી હતી. કંપનીને ₹50,000 કરોડની એયુએમ હાંસલ કરવામાં નવ વર્ષ લાગ્યા હતા અને 14 વર્ષમાં કંપનીએ ₹1 લાખ કરોડનું સીમાચિહ્ન સર કર્યું હતું.
પછી અત્યાર સુધી કંપનીને એની એયુએમ બમણી કરીને ₹2 લાખ કરોડ હાંસલ કરવામાં છ વર્ષ લાગ્યા હતા અને ત્યારબાદ ફક્ત બે વર્ષમાં તેમાં વધુ ₹50,000 કરોડનો વધારો થયો હતો, જેથી કુલ એયુએમ ₹2.5 લાખ કરોડ થઈ હતી. કંપનીએ ₹1 લાખ કરોડનું સીમાચિહ્ન સર કર્યા પછી તેની વૃદ્ધિને ઝડપથી વેગ મળ્યો હતો અને એની એયુએમમાં 150 ટકાની વૃદ્ધિ થઈ છે. આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફે 30 સપ્ટેમ્બર, 2022 સુધી ન્યૂ બિઝનેસ સમ એશ્યોર્ડની દ્રષ્ટિએ 15.7 ટકા બજારહિસ્સા સાથે ખાનગી બજારમાં લીડર તરીકેનું સ્થાન સતત જાળવી રાખ્યું છે.
જીવન વીમો નાણાકીય સુરક્ષા મેળવવા પરિવારોને સક્ષમ બનાવીને સમાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.લોકોના જીવન અને આજીવિકામાં ફરક લાવવાનો આ મોટો ઉદ્દેશ કંપનીની એના વ્યવસાય કરવાની રીતમાં પ્રેરક છે. મોટી અને જવાબદાર જીવન વીમાકંપની તરીકે અમે અમારી કામગીરીમાં પર્યાવરણલક્ષી, સામાજિક અને વહીવટી (ઇએસજી) પરિબળોને પણ ધરાવીએ છીએ.
આઇસીઆઇસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી આશિષ કુમારે કહ્યું હતું કે, “અમને આ સીમાચિહ્ન હાંસલ કરવાની, ખાસ કરીને કામગીરીના 22મા વર્ષમાં હાંસલ કરવાની ખુશી છે. અમે માનીએ છીએ કે, જીવન વીમાકંપની માટે એસેટ્સ અંડર મેનેજમેન્ટ કંપનીમાં ગ્રાહકોએ મૂકેલા વિશ્વાસનું પ્રતીક છે, કારણ કે જીવન વીમો લાંબા ગાળાનું ઉત્પાદન છે.
અમે રોકાણની અસરકારક અને કડક ફિલોસોફી ધરાવીએ છીએ, કારણ કે ગ્રાહકો તેમના લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યાંકો હાંસલ કરવા તેમની મહેનતની કમાણીમાંથી બચત સાથે અમારામાં વિશ્વાસ મૂકે છે. છેલ્લા બે દાયકા દરમિયાન અમારી રોકાણની ફિલોસોફીએ શરૂઆતથી બજારના તમામ ચક્રોમાં ઝીરો એનપીએ સુનિશ્ચિત કરી છે.
અમારા વ્યવસાયમાં સંકલિત ઇએસજી પરિબળો અમારી કામગીરીના મુખ્ય ક્ષેત્રો પૈકીનું એક છે. ઇએસજી મુદ્દાઓ પ્રત્યે અમારી કટિબદ્ધતા પ્રદર્શિત કરીને અમે સંયુક્ત રાષ્ટ્રનું પીઠબળ ધરાવતા જવાબદાર રોકાણ માટેના સિદ્ધાંતો પર હસ્તાક્ષર કરનારી પ્રથમ ભારતીય વીમાકંપની બન્યાં હતાં. અમે ઇએસજી-કેન્દ્રિત ફંડ ‘સસ્ટેઇનેબ્લ ઇક્વિટી ફંડ’ શરૂ કરનારી પ્રથમ જીવન વીમાકંપની પણ છીએ.
અમારા ‘સંવેદનશીલતા સાથે ગ્રાહકની વીમાકવચ અને લાંબા ગાળાની બચતની જરૂરિયાતો પૂરી કરતી ટકાઉ સંસ્થાનું નિર્માણ કરવાના’ વિઝનથી પ્રેરિત થઈને અમે હંમેશા એવા ઉત્પાદનો અને સોલ્યુશન પૂરાં પાડવા પ્રયાસ કરીએ છીએ, જે અમારા ગ્રાહકોને તેમના પરિવારજનોને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા સક્ષમ બનાવે છે.”
કંપનીએ કેટલાંક અદ્યતન ડિજિટલ સોલ્યુશન્સનો ઉપયોગ શરૂ કર્યો છે, જે ગ્રાહકોને તેમના ઘરેથી સુવિધાજનક રીતે માહિતી મેળવવા અને પોલિસી સાથે સંબંધિત વ્યવહારો કરવા સક્ષમ બનાવે છે. ઉપરાંત નવીન ઉત્પાદનોની રેન્જ, મલ્ટિ-ચેનલ વિતરણ માળખું અને ગ્રાહકને શ્રેષ્ઠ સેવા કંપનીને ગ્રાહકો માટે જીવન વીમાની પસંદગીની પાર્ટનર બનવા સક્ષમ બનાવે છે.