નહેરુ યુવા કેન્દ્ર- નડિયાદ દ્વારા નેબરહુડ અને યોગા કાર્યક્રમ ઉજવાયો
(તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)
(પ્રતિનિધિ) નડિઆદ, ભારત સરકારના યુવા કાર્ય અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એવી નેહરુ યુવા કેન્દ્ર- નડિયાદની કચેરી દ્વારા આજરોજ નેબરહુડ યુથ પાર્લામેન્ટ અને યોગા તાલીમ કાર્યક્રમનું આયોજન ગાયત્રી વિદ્યાલય મુ. ખંભાલી, તા.મહેમદાવાદ થયું. કાર્યક્રમમાં શ્રી ગાયત્રી વિદ્યાલય હાઈસ્કૂલના અચાર્ય શ્રી રમેશભાઈ ઝાલા, શ્રી અંદરસિંહ ચૌહાણ, તેમજ નેહરુ યુવા કેન્દ્રના શ્રી મહેશ રાઠવા તથા સંજય પટેલ ખાસ ઉપસ્થતિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં શ્રી રમેશભાઈ ઝાલાએ હાજર રહેલ ૮૦ તાલીમાર્થીઓને જીવનમાં યોગાસનનું મહત્વ સમજાવી પ્રોત્સાહિત કર્યા અને નેહરુ યુવા કેન્દ્રના સંયોજક શ્રી મહેશ રાઠવા દ્વારા નેહરુ યુવા કેન્દ્રની પ્રવૃતીઓ તેમજ ભારત સરકારની વિવિધ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ હાજર રહેલ યોગગુરુ શ્રી કર્મવીર ચૌહાણ દ્વારા રપ જેટલા યોગાસન કરાવવામાં આવ્યા હતા યોગ કરવાથી શરીરને શું ફાયદા થાય છે તે સજાવવામાં આવ્યું હતું.
બાદમાં શ્રી સંજય પટેલે જીવનમાં સકારાત્મક વિચારોનું મહત્વ શું છે અને તેવા વિચારોના ફાયદા અને વિચારો ક્યાંથી આવી શકે તે માટેની સમજુતી આ કાર્યક્રમમાં ૮૦ થી પણ વધારે તાલીમાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર- નડિયાદના માર્ગદર્શન હેઠળ શ્રી કર્મવીર ચૌહાણ તથા માનબા માતા મહિલા મંડળના સહયોગથી કરવામાં આવ્યું.*