Western Times News

Gujarati News

ભારતમાં દર વર્ષે 17 લાખ બાળકોમાં જન્મજાત ખામીઓ નોંધાય છે

Apollo Hospitals, Ahmedabad, celebrates National Paediatric Surgery Day with 1,100 students

અપોલો હોસ્પિટલ્સ અમદાવાદે 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી કરી

·         ભારતમાં જન્મજાત ખામીનું પ્રમાણ 6-7 ટકા છે અને તેમાંથી મોટાભાગના કેસ ગ્રામિણ ભારતમાં મળી આવે છે

ગાંધીનગર, અપોલો હોસ્પિટલ્સે ગાંધીનગરમાં જનતકુમાર ભગુભાઇ પ્રાથમિક શાળાના 1,100 વિદ્યાર્થીઓ સાથે નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડે (રાષ્ટ્રીય બાળરોગ સર્જરી દિવસ)ની ઉજવણી કરી હતી. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથેના ઇન્ટરેક્ટિવ સત્રમાં અપોલો હોસ્પિટલ્સ અમદાવાદના પિડિયાટ્રિક સર્જન ડો. દિપ્તી પાઇ દવેએ જન્મજાત ખામી ધરાવતી બાળરોગ સર્જરીઓ વિશે વાત કરી હતી.

જન્મજાત વિસંગતતાઓ અથવા જન્મજાત ખામીઓ માળખાકીય અથવા કાર્યાત્મક ખામીઓ છે કે જે ગર્ભાવસ્થાના તબક્કામાં અથવા બાળકના જન્મ અથવા જીવનના આગળના તબક્કામાં થાય છે.

જન્મજાત ખામીઓ લાંબાગાળે અક્ષમતામાં પરિણમે છે, જેનાથી વ્યક્તિ અને તેના પરિવારજનો પ્રભાવિત થાય છે. આ ખામીઓ સૂક્ષ્મ પોષકતત્વોની ઉણપ, રંગસૂત્ર વિકૃતિઓ, આનુવંશિક ખામીઓ અને પર્યાવરણીય ઘટકોને કારણે થઇ શકે છે.

આ પ્રસંગે વાત કરતાં ડો. દિપ્તી પાઇ દવેએ કહ્યું હતું કે, “ભારતમાં જન્મજાત ખામીઓનું પ્રમાણ 6-7 ટકા છે અને તેમાંથી મોટાભાગના કેસ ગ્રામિણ ભારતમાં જોવા મળે છે. નેશનલ પિડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી કરવાનો ઉદ્દેશ્ય માતા-પિતા, શિક્ષકો અને તબીબી નિષ્ણાંતો વચ્ચે બાળરોગ અને નવજાત સર્જીકલ બિમારીઓ તથા બાળકની સર્જરી માટે શા માટે પિડિયાટ્રિક સર્જન સુરક્ષિત વિકલ્પ છે, તેના વિશે જાગૃતિ પેદા કરવાનો છે.”

અપોલો હોસ્પિટલ્સના સીઓઓ નીરજ લાલે કહ્યું હતું કે, “ભારતમાં પિડિયાટ્રિક સર્જનની ગંભીર અછત છે, જે સર્જરીની આવશ્યકતા ધરાવતા બાળકોની સંખ્યાને જોતાં મોટો અવરોધ છે.”

માર્ચ ઓફ ડાઇમ્સના અહેવાલ મૂજબ ભારતમાં દર વર્ષે 1.7 મિલિયન જન્મજાત ખામીઓ જોવા મળે છે. કેટલીક સામાન્ય વિસંગતતાઓમાં જન્મજાત હ્રદયરોગ, જન્મજાત બહેરાશ અને ન્યુરલ ટ્યુબ ખામીઓ સામેલ છે.

આ કાર્યક્રમમાં ડો. દવે ક્વિઝ માસ્ટર બન્યાં હતાં અને તેમણે ધોરણ પાંચથી નવના વિદ્યાર્થીઓને માનવ શરીરરચના અને શરીરવિજ્ઞાન સંબંધિત રસપ્રદ પ્રશ્નો પૂછ્યાં હતાં. તેમણે વિદ્યાર્થીઓને તબીબી વ્યવસાયમાં જોડાઇને સમાજની સેવા કરવા પ્રેરણા આપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.