વડોદરામાં બન્યો રાજ્યનો સૌથી લાંબો ફ્લાયઓવર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના ₹230 કરોડના ખર્ચે નિર્માણ પામેલ ગુજરાતના શહેરી વિસ્તારના સૌથી લાંબા 3.5 કિ.મી. ના ફ્લાયઓવર ‘અટલ બ્રિજ’ નું અન્ય મહાનુભાવો તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત નગરજનોની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું.
વડોદરા શહેરનાં લોકો જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોતાં હતા તે સમય આખરે આવી ગયો હતો. મનીષા ચોકડીથી ગેંડા સર્કલને જોડતા ઓવરબ્રીજનું રવિવારે એટલે કે પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજયેપીના જન્મદિવસે લોકાર્પણ કરાયું હતું. આ ઓવરબ્રિજને અટલ બ્રિજ નામ અપાયું છે.
લોકાર્પણના એક દિવસ પહેલા વડોદરા મનપાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેમનો દાવો છે કે બ્રિજના લોકાર્પણ બાદ ટ્રાફિકની સમસ્યાનો અંત આવશે. અટલ બ્રિજ પર સાઈડમાં ગ્રીનરીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઈમરજન્સી એક્ઝિટ માટે બે સ્લાઈડિંગ પેનલ મૂકવામાં આવી છે. જરૂર હોય ત્યારે સ્લાઈડિંગ પેનલ ખોલી શકાશે. જે આ બ્રિજની મોટી વિશેષતા છે.
અટલ બ્રિજના લોકાર્પણ બાદ વડોદરા શહેરનાં લોકો માટે આ નાતાલ યાદગાર બની જશે, એ નક્કી છે, કેમ કે સાડા ત્રણ કિલોમીટર લાંબો આ બ્રિજ લોકોને માથાના દુખાવા સમાન ટ્રાફિક જામની સમસ્યામાંથી રાહત આપશે.