આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ,વાપી દ્વારા આયોજિત આર. કે.વિન્ટર સ્પોર્ટ્સ દિવસ ઉજવાયો
(પ્રતિનિધિ) વાપી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત દ્વારા હાલમાં જ રમત- ગમત ક્ષેત્રે વિવિધ આંતર કૉલેજ સ્પર્ધાઓ યોજાઈ હતી.જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા સંલગ્ન આર.કે.દેસાઈ ગૃપ ઓફ કોલેજીસ દ્વારા આયોજિત રમત – ગમત ક્ષેત્રમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ રાખવામાં આવી હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્થાના BCA ના ઇન્ચાર્જ આચાર્ય ડૉ. મિત્તલ શાહ દ્વારા કાર્યક્રમ અંગે તેમજ મહેમાનોના સ્વાગત અંગે ઉદબોધન કરવામાં આવ્યું હતું.
અને આ કાર્યક્રમમા ચીફ ગેસ્ટ તરીકે ડેપ્યુટી સુપરિટેન્ડટ ઓફ પોલીસ શ્રી બી.એન.દવે સાહેબ તેમજ ગેસ્ટ ઓફ હોનોર શ્રી યોગેશભાઈ કાબરિયા ડાયરેકટર ઓફ વાપી ગ્રીન લિમિટેડ અને એક્સ પ્રેસિડેન્ટ ઓફ વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન હતા. પ્રસ્તુત સ્પર્ધામાં વિવિધ ક્ષમતાઓ ધરાવતા વિવિધ શાળાના સ્પર્ધકોએ ભાગ લઈ પોતાની ક્ષમતાઓ પ્રદર્શિત કરી હતી.
આ રમત-ગમત મહત્સવમાં ૩૦ શાળાઓ અને ૮૦૦ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને એમાં ૬ રમતો રાખવામાં આવી હતી જેમાં ૪ રમતો આઉટડોર અને ૨ ઇન્ડોર હતી. આ રમત ગમતની સ્પર્ધાઓ કૉલેજના ફિઝિકલ એજ્યુકેશનના પ્રાધ્યાપકશ્રી પ્રફુલભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને રમત ગમત ક્ષેત્રે ઊંચા સ્તરે પોહચડવા એમનું પ્રોત્સાહન અને રમતની વિવિધ ક્ષમતાઓ વધારવા તેમજ ટ્રેનિંગમાં મોટો ફાળો રહ્યો છે. આ રમત મહોત્સવનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ સાહેબ તથા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર તેમજ કોમર્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્યશ્રી ડૉ. શીતલ ગાંધી સાહેબે શુભેચ્છાઓ પાઠવી હતી