ફુલવાડી ગામની અધતન ગ્રામ પંચાયતનુ ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગ્રામ પંચાયતની અધતન ઓફિસનુ આજરોજ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું છે. ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ કંપનીના સહયોગથી અને ગ્રામ પંચાયતના ફંડ માંથી આશરે ૨૫ લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવન નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગ્રામ પંચાયત કચેરીમાં કોન્ફરન્સ રૂમ, પ્રોજેક્ટર, કોમ્પ્યુટર તથા તલાટી કમ મંત્રી અને સરપંચ માટે અલાયદી ઓફિસનુ આયોજન કરવામાં આવી છે.
રૂપિયા ૨૫ લાખ જેટલા ખર્ચે બનેલ ગ્રામ પંચાયત કચેરીમાં ડીસીએમ કંપની દ્વારા ૧૫ લાખ રૂપિયાની સીએસઆર એક્ટિવિટી હેઠળ ગ્રાન્ટ ગ્રામ પંચાયત કચેરી બનાવવામાં ફાળવવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન આજરોજ ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કંપનીના અધિકારીઓ, ગ્રામ પંચાયતના સરપંચ ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.