Western Times News

Gujarati News

જયદીપ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિક સર્જરી ડે ની ઉજવણી

અમદાવાદ, પીડિયાટ્રિક સર્જરીને વિવિધ રોગોવાળા બાળકો માટે ડાયગ્નોસ્ટિક, ઓપરેટિવ અને પોસ્ટઓપરેટિવ સર્જિકલ સંભાળ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ભારતમાં પીડિયાટ્રિક સર્જરી કેવી રીતે વિકસિત થઈ છે, તેના વિશે વિગતવાર ઇતિહાસ સમજવા માટે પીડિયાટ્રિક સર્જરી ડેની ઉજવણી ખૂબ જ મહત્વની છે.

પીડિયાટ્રિક સર્જરી ડે કેટલી મહત્વતા ધરાવે છે તેના વિશે જાગૃતતા ફેલાવવા માટે અમદાવાદમાં નારણપુરા વિસ્તારમાં આવેલી જયદીપ હોસ્પિટલ્સ ખાતે વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સેમિનારમાં ડૉ. જયૂલ કામદાર અને ડૉ. દીપાલી જે. કામદારે પીડિયાટ્રિક સર્જરી ડે નિમિત્તે યુવા માતા-પિતીઓને બાળકોની સર્જરી સંબંધિત ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો પર ઉંડી સમજ આપી હતી.

બાળ ચિકિત્સા સર્જરી દિવસ (પીડિયાટ્રિક સર્જરી ડે) ભારતમાં દર વર્ષે ૨૯ ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ બાળકો અને તેમના ડૉક્ટર્સ વચ્ચેના સંબંધને વધુ ગાઢ બનાવવાનો છે. ઈન્ડિયન એસોસિએશન ઑફ પીડિયાટ્રિક સર્જન્સ માટે આઈએપીએસની રચના ૫૭ વર્ષ પહેલા ૨૯ ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી, જેથી તે દિવસને પીડિયાટ્રિક સર્જરી ડે તરીકે ઉજવવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.