ગળતેશ્વર મામલતદાર અને ટી.ડી.ઓના હસ્તે વિધવા સહાય હુકમોનું વિતરણ કરાયું
(તસ્વીરઃ-મોહસીન વહોરા, સેવાલીયા)
(પ્રતિનિધિ) સેવાલિયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના કુણી ગામે કુણી તથા રોઝવા ગામના મળી કુલ ૩૨૮ વિધવા બહેનોને વિધવા સહાય મંજૂરીપત્ર મામલતદારશ્રી તથા તાલુકા વિકાસ અધિકારીશ્રીના હસ્તે અપાયા હતા.તાલુકા મથકે વિધવા સહાયના ફોર્મ ભરવા માટે મહિલા અરજદારો થોડો કચવાટ અનુભવતા હોય છે. અને યોગ્ય જાણકારી વિના આ ફોર્મ ભરવા આળસ અનુભવતા મહિલા અરજદારોને પોતાના ગામે જ કોઈ ધક્કો ખાધા વિના વિધવા સહાય માટેના ફોર્મ ભરાય જાય અને મંજૂરી હુકમો મળે તે હેતુથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીનાઓએ અંગત રસ દાખવી કેમ્પ હેઠળ જ વિધવા સહાય મળી રહે તે માટે તાલુકા મથકે ન જવું પડે તે માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ધવલભાઈ દેસાઈ (તાલુકા વિકાસ અધિકારી – ગળતેશ્વર) ઉમંગ પટેલ (મામલતદાર-ગળતેશ્વર) સરપંચ તથ સંજય ઠાકોર (તલાટી ક્રમ મંત્રી-કૂણી) તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. *