Western Times News

Gujarati News

G-20 સમિટ-ર૦ર૩ ની વિવિધ વિષય વસ્તુ-થીમ સાથેનું કેલેન્ડરનું વિમોચન

૨૦૨૩ના વર્ષના રાજ્ય સરકારના કેલેન્ડરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિમોચન-મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે રાજ્ય સરકારના વર્ષ-૨૦૨૩ના કેલેન્ડરનું વિમોચન કર્યું હતું.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ભારતના યજમાન પદે યોજાનારી G-20 સમિટ-૨૦૨૩ના વિવિધ વિષયવસ્તુ-થીમ આ વર્ષના કલેન્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવી છે.

સરકારી મુદ્રણ અને લેખનસામગ્રી દ્વારા તૈયાર કરાયેલું આ કેલેન્ડર G-20 ની વિષયવસ્તુ સાથે ગુજરાતના સર્વગ્રાહી વિકાસને સાંકળી લેતા વિવિધ ફોટોગ્રાફસથી વધુ આકર્ષક અને નયનરમ્ય બન્યું છે.

આ પ્રસંગે માહિતી નિયામક શ્રી આર. કે. મહેતા, ડીજીપીએસ શ્રી વી. એમ. રાઠોડ, અધિક  માહિતી નિયામક શ્રી પુલક ત્રિવેદી, સરકારી ફોટોલીથો પ્રેસના મેનેજરશ્રી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.