નશામાં ધૂત યુવકો કારના વ્હીલમાં ફસાયેલી યુવતીને ૧૦ કિમી સુધી ઢસડી
નવી દિલ્હી, દેશની રાજધાની દિલ્હીના કાંઝાવાલા વિસ્તારમાં એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. દારૂના નશામાં ધૂત પાંચ યુવકો યુવતીને તેમની બલેનો કાર વડે ટક્કર મારી અને લગભગ ૧૦ કિલોમીટર સુધી ખેંચી ગયા હતા.
હાલ સૂત્રોના તરફથી મળતી વિગતો પ્રમાણે પીડિત યુવતી એક કાર્યક્રમમાં ડ્યૂટી કરીને સ્કૂટીથી અમન વિહાર સ્થિત પોતાના ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન યુવકોએ તેને ટક્કર મારી હતી. જાેકે સમગ્ર ઘટનામાં પીડિતાના ઘણા હાડકાં તૂટી ગયા હતા અને તેનું મૃત્યુ થયું હતું.
ઘટનાસ્થળે રહેલા કેટલાક પ્રત્યક્ષદર્શીઓ દ્વારા લોકલ મીડિયાને જણાવ્યા અનુસાર પીડિતાની હાલત એવી થઈ ગઈ હતી કે તેના શરીર પર એક પણ કપડું બચ્યું ન હતું. સમગ્ર ઘટના અંગેની વાત કરીએ તો નવા વર્ષના પહેલા જ દિવસે દિલ્હીમાં એક યુવતી સાથે ચોંકાવનારી ઘટના બની છે.
રાજધાનીના કાંઝાવાલા વિસ્તારમાં એક કારમાં પાંચ યુવકો સવાર હતા. તે દરમિયાન સ્કૂટી લઈને ઘરે જઈ રહેલી યુવતીને ટક્કર મારતાં યુવતી સ્કૂટી પરથી પડી ગઈ હતી. જાેકે ત્યાર બાદ પણ નશામાં ધૂત આરોપીઓ યુવતીને અંદાજે ૧૦ કિલોમીટર સુધી ઢસડીને લઇ ગયા હતા.
આ ઘટનામાં પીડિત યુવતીનું મોત થયું હતું. પોલીસની પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ પહેલા છોકરીની સ્કૂટીને તેમની કાર સાથે ટક્કર મારી અને પછી તેને લગભગ ૧૦ કિલોમીટર સુધી ઢસડી લીધી હતી. આ દરમિયાન યુવતી કારમાં ફસાઈ ગઈ હતી. આ ઘટના અંગે જે વિડીયો સામે આવ્યો છે તેમાં યુવતીના બંને પગ, માથું અને શરીરના અન્ય ભાગો ભયંકર રીતે કચડાઈ ગયા હતા.
ખાસ વાત એ છે કે આ ઘટના એવા સમયે બની જ્યારે સમગ્ર દિલ્હી પોલીસ અને ખુદ દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરા પણ નવા વર્ષની ઉજવણી માટે પેટ્રોલિંગમાં હતા. હાલ પોલીસે આ સમગ્ર મામલામાં પાંચેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની વાત કરીએ તો ૨૬ વર્ષીય દીપક ખન્ના, ૨૫ વર્ષીય અમિત ખન્ના, ૨૭ વર્ષીય ક્રિષ્ના, ૨૬ વર્ષીય મિથુન અને ૨૭ વર્ષીય મનોજ મિત્તલ છે. યુવતીનો મૃતદેહ હાલ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ પોલીસ પૂછપરછ આરોપી યુવકોનું કહેવું છે કે તેઓ નશાની હાલતમાં હતા અને કારમાં મોટેથી ગીતો વગાડી રહ્યા હતા.
આ કારણોસર તેઓ જાણતા ન હતા કે છોકરી કારમાં નીચે ફસાઈ ગઈ છે. જાેકે આ મામલે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ઘટના પર ટિપ્પણી કરી હતી. અને કહ્યું કે દિલ્હીના કાંઝાવાલામાં એક યુવતીની નગ્ન લાશ મળી આવી છે.
કહેવામાં આવી રહ્યું છે કે નશાની હાલતમાં કેટલાક યુવકોએ તેની સ્કૂટીને કાર સાથે ટક્કર મારી અને તેને ઘણા કિલોમીટર સુધી ખેંચી ગયા હતા. આ મામલો ઘણો ખતરનાક છે. હું દિલ્હી પોલીસને હાજરી માટે સમન્સ જારી કરી રહ્યો છું. સમગ્ર સત્ય બહાર આવવું જાેઈએ.
આ ઘટના અંગે પીડિત યુવતીના મામાએ સ્થાનિક મીડિયાને કહ્યું કે આ કેસ ‘ર્નિભયા’ જેવો છે. અમારી ભત્રીજી સાથે કંઈક ખોટું થયું છે. અમે ઈચ્છીએ છીએ કે આ મામલાની દરેક પાસાઓથી તપાસ થવી જાેઈએ અને અમારી ભત્રીજીને ન્યાય મળવો જાેઈએ. તે જ સમયે પીડિતાની માતાએ કહ્યું કે મારી પુત્રી સાથે અકસ્માત થયો છે અને તેની સાથે ‘ખોટું કામ’ પણ થયું છે.
અગાઉ પણ તેનો અકસ્માત થયો હતો. તે સમયે પણ તેના કપડા ફાટી ગયા હતા, પરંતુ આ વખતે તેના શરીર પર એક પણ કપડું બચ્યું નથી. તેના શરીર પર એક પણ કપડું નથી. અમને તેનું શરીર પણ બતાવવામાં આવતું નથી. હું ઈચ્છું છું કે પોલીસ આ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરે.
તો બીજી તરફ આઉટર દિલ્હીના ડીસીપી હરેન્દ્ર કુમાર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં જે બાબતો સામે આવી છે તે મુજબ આરોપી યુવકો મુરથલથી નવા વર્ષની ઉજવણી કરીને પરત ફરી રહ્યા હતા. મૃતક યુવતી લગભગ ૩ વાગ્યે કામ પૂરું કરીને સ્કૂટી પર ઘરે પરત ફરી રહી હતી. તે દરમિયાન સવારે ૩ઃ૨૪ વાગ્યે કાંઝાવાલા પોલીસ સ્ટેશનમાં કોલ આવ્યો કે એક કારમાં એક મૃતદેહ બાંધવામાં આવ્યો હતો. જેને ઢસડીને લઇ જવામાં આવી રહ્યો છે.
જેમાં ફોન કરનારે વાહનનો નંબર અને રંગ પણ જણાવ્યો હતો. આ પછી સવારે ૪ઃ૧૧ વાગ્યે બીજાે PCR કોલ આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું કે યુવતીની લાશ રસ્તા પર પડી છે. જાેકે અમારી ટીમે પ્રથમ PCR કોલ મળ્યા પછી જ આરોપીઓને શોધવાનું શરૂ કરી દીધું હતું, દિલ્હી પોલીસે ગણતરીના જ કલાકોમાં કાર સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી દીધી હતી.SS1MS