નવા વર્ષે અભિનેતા રણવીર સિંહે શેર કર્યો વિચિત્ર વીડિયો
મુંબઈ, બોલિવૂડ એક્ટર રણવીર સિંહની એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. નવા વર્ષની ધમાકેદાર શરૂઆત થઈ છે, પરંતુ રણવીરે એક દુઃખદ વીડિયો શેર કર્યો છે. આ વીડિયો હોલીવુડની ક્લાસિક ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનો છે.
વીડિયોમાં એક લેફ્ટનન્ટ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પાર્ટીમાં ઉદાસ બેઠેલા જાેઈ શકાય છે. ફોરેસ્ટ અને અન્ય લોકો લેફ્ટનન્ટને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
જાે કે, તેની તેમના પર કોઈ અસર થતી નથી અને તેઓ ઉદાસ રહે છે. આ વીડિયો જાેઈને ફેન્સ અનુમાન લગાવી રહ્યા છે કે રણવીર સિંહ સાથે કશું બરાબર નથી. જ્યારથી રણવીર સિંહે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે, ત્યારથી સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે. ટોમ હેન્ક્સની ફિલ્મ ફોરેસ્ટ ગમ્પનો આ સીન ફની છે, પરંતુ તે રણવીર સિંહની ઈમેજથી બિલકુલ અલગ છે.
રણવીર સિંહ તેના ઉત્સાહી વ્યક્તિત્વ માટે જાણીતો છે. તે જ્યાં જાય છે ત્યાં ખુશી ફેલાવે છે. આવી સ્થિતિમાં યુઝર્સ રણવીરની આ પોસ્ટ પચાવી શકતા નથી. યુઝર્સે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે કે કદાચ અભિનેતા તેની ફિલ્મ ‘સર્કસ’ ફ્લોપ થતાં દુઃખી છે.
વર્ષ ૨૦૨૨ રણવીર સિંહ માટે ખૂબ જ ખરાબ રહ્યું છે. તેની જયેશભાઈ જાેરદાર બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. આ પછી રણવીરને સર્કસ પાસેથી ઘણી આશા હતી, પરંતુ તે પણ બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ કરી શકી નહીં. આવી સ્થિતિમાં યૂઝર્સનું કહેવું છે કે એક્ટરને સર્કસ ફ્લોપનો આઘાત લાગ્યો છે. વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી હતી કે, ‘ફિલ્મ સર્કસ પીટાઈ જતાં ભાઈ ચોંકી ગયો છે.’
બીજાએ લખ્યું, ‘આગામી ફિલ્મ શાનદાર હશે, ‘સર્કસની અસર, અમને તમારા પર વિશ્વાસ છે. હિટ ફિલ્મમેકર રોહિત શેટ્ટીની કોમેડી ફિલ્મ ‘સર્કસ’ મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયરના નાટક કોમેડી ઓફ એરર્સ પર આધારિત છે. ‘સર્કસ’માં એક્ટર રણવીર સિંહ, પૂજા હેગડે, જેક્લીન ફનાર્ન્ડિઝ, જ્હોની લીવર, સંજય મિશ્રા, વરુણ શર્મા મુખ્ય રોલમાં જાેવા મળશે.
રોહિત શેટ્ટીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સર્કસ’ રિલીઝ થઈ ગઈ છે. જેમાં રણવીર સિંહની સાથે વરુણ શર્મા પણ ડબલ રોલમાં છે. આ એક કોમેડી ફિલ્મ છે. રિલીઝના પહેલા દિવસે ફિલ્મે અપેક્ષા કરતા ખૂબ જ ખરાબ કલેક્શન કર્યું હતું.SS1MS