યુપીની તમામ મદરેસામાં પ્રી પ્રાઈમરી ધોરણો શરૂ થશે
લખનૌ, યુપીની શિક્ષણ વ્યવસ્થા સાથે જાેડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. યુપીના મદરેસામાં આધુનિક શિક્ષણ વ્યવસ્થા ફરી શરૂ કરવા માટે હવે ટૂંક સમયમાં જ પ્રદેશના તમામ મદરેસામાં પ્રી પ્રાઈમરી ધોરણો શરૂ થશે. આ માટે નવુ શેડ્યુલ માર્ચ મહિનામાં જારી કરવામાં આવશે.
મદરેસામાં પ્રી પ્રાઈમરી ધોરણો શરૂ કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે. આ નવી વ્યવસ્થા હેઠળ હવે મદરેસામાં બાળકોને વિજ્ઞાન, ગણિત વગેરે વિષય ભણાવવામાં આવશે. આ સાથે જ મદરેસામાં કોમ્પ્યુટર શિક્ષણ પણ આપવામાં આવશે. પ્રી પ્રાઈમરી ધોરણો માટે શેડ્યુલ બનાવવાનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યુ છે. આ વિશે વધારે જાણકારી આપતા બોર્ડના ચેરમેન ઈફ્તિખાર અહમદે કહ્યુ કે મદરેસાને આધુનિક બનાવવાની કવાયત ચાલી રહી છે.
મદરેસાના બાળકો વિજ્ઞાન, ગણિત જેવા વિષય ભણાવવા અને શિક્ષણની મુખ્યધારામાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ માટે ઝડપથી કામ ચાલી રહ્યુ છે. બિન માન્યતા પ્રાપ્ત મદરેસાનો સર્વે કરાવવાનું કારણ છેકે મદરેસામાં ભણતા બાળકો પણ પ્રતિસ્પર્ધામાં સામેલ થાય. ઉલ્લેખનીય છેકે આ નવી શિક્ષણ વ્યવસ્થા માટે માર્ચ મહિનામાં બોર્ડ તરફથી શેડ્યુલ જારી કરી દેવામાં આવશે. જાેકે માર્ચ મહિનામાં બોર્ડનું કેલેન્ડર જારી કરવામાં આવે છે, દરમિયાન પ્રી પ્રાઈમરી ધોરણો માટે પણ સમગ્ર શેડ્યુલ જાહેર કરી દેવામાં આવશે.