મુંબઈમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટી-૨૦
મુંબઈ, ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત શ્રીલંકા સામે ટી૨૦ મેચથી કરશે. આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે મેદાન પર રમાશે. ચાહકો આશા રાખી રહ્યા છે કે વર્ષની આ પ્રથમ મેચમાં હવામાન કોઈ અડચણરૂપ ન બને અને તેમને સંપૂર્ણ મેચ જાેવાની તક મળે. રોહિત શર્મા, કેએલ રાહુલ અને વિરાટ કોહલીની ગેરહાજરીમાં, ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં હાર્દિકની આગેવાની કરશે અને ઈશાન કિશન અને રુતુરાજ ગાયકવાડ જેવા બેટ્સમેનોને પોતાને સાબિત કરવાની તક મળશે.
મુંબઈના હવામાનની વાત કરીએ તો વરસાદની શક્યતાઓ નહિવત છે. હવામાન વિભાગની માહિતી અનુસાર, ૩ જાન્યુઆરીએ તાપમાન ૨૫-૨૭ ડિગ્રી વચ્ચે રહેવાનો અંદાજ છે. મંગળવારે વરસાદની કોઈ શક્યતા નથી તેથી ચાહકોને કોઈપણ અવરોધ વિના રોમાંચક મેચ જાેવા મળશે. ભેજની વાત કરીએ તો તે ૬૦ ટકા રહેશે અને આકાશ ૪૫ ટકા વાદળછાયું રહેવાની ધારણા છે.
આજકાલ પીચ જાેઈને ટીમની પ્લેઈંગ ઈલેવન બદલાય છે. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં પણ આવું જ થયું હતું, જ્યારે પીચ જાેઈને ગત મેચના મેન ઓફ ધ મેચ કુલદીપની જગ્યાએ જયદેવ ઉનડકટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલા માટે પિચની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. વાનખેડેની વાત કરીએ તો અહીં ઝડપી અને સ્પિન બંને બોલરોને મદદ મળશે.
અહીંની પીચ પર ઘણા બધા રન બને છે, તેથી મોટી સ્કોરિંગ મેચ જાેવા મળે છે. સાંજે ઝાકળની સમસ્યા રહેશે તેથી ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરશે. અહીં ટાર્ગેટનો પીછો કરતી ટીમે ૭માંથી ૫ વખત જીત મેળવી છે.