ક્વિન્સલેન્ડમાં બે હેલિકોપ્ટર હવામાં ટકરાતા ચારનાં મોત

ક્વિન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સોમવારે એક ભયાનક અકસ્માત થયો હતો. અહીં બે હેલિકોપ્ટર હવામાં ટકરાયા હતા. અકસ્માતમાં ૪ લોકોના મોત થયા હતા. ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના એક થીમ પાર્ક પાસે થઈ હતી. અહીં લોકો હેલિકોપ્ટરમાં આનંદ માણી રહ્યા હતા. એક તે વખતે હાજર વ્યક્તિએ જણાવ્યું કે એક હેલિકોપ્ટર લેન્ડિંગ કરી રહ્યું હતું અને બીજું ટેકઓફ કરી રહ્યું હતું. ત્યારબાદ બંને અથડાયા હતા.
અન્ય એક સાક્ષી એમ્મા બિર્ચે પણ નજરે જાેનાર સાક્ષીની સ્થિતિ જણાવી. તેણે કહ્યું – એક હેલિકોપ્ટર જમીન તરફ આવી રહ્યું હતું. તે જ સમયે બીજું હેલિકોપ્ટર ટેકઓફ કરી રહ્યું હતું. બંને હેલિકોપ્ટર ખૂબ જ નજીક આવ્યા અને પછી અથડાયા. અમે અવાજ જેવો મોટો ધડાકો સાંભળ્યો. અમે એક હેલિકોપ્ટર સંતુલન ગુમાવીને જમીન પર પડતું જાેયું. તેમાંથી ધુમાડો નીકળતો હતો. અકસ્માત ભયાનક હતો. થીમ પાર્કમાં દરેક લોકો આઘાતમાં હતા.
ઘટનાસ્થળે પહોંચેલી રેસ્ક્યુ ટીમના એક અધિકારીએ જણાવ્યું – હેલિકોપ્ટર માત્ર થીમ પાર્કના હતા. તેમના પર થીમ પાર્કનો લોગો હતો. જે હેલિકોપ્ટર નીચે પડ્યું તેમાં પાયલટ સહિત ૭ લોકો સવાર હતા. જેમાંથી ૪ના મોત થયા હતા. આ સિવાય પાર્કમાં હાજર એક મહિલા અને તેના બે બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેની હાલત નાજુક છે. બીજા હેલિકોપ્ટરમાં ૬ લોકો હતા. તમામ ઘાયલ છે.
ક્વીન્સલેન્ડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું – લોકો સી વર્લ્ડ થીમ પાર્કમાં નવા વર્ષની ઉજવણી કરવા આવ્યા હતા. રજાઓના કારણે અહીં ભારે ભીડ જાેવા મળી હતી. અથડામણ થતાં જ લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં હેલિકોપ્ટર લોકોને આનંદની સવારી કરાવે છે. એટલા માટે આ પ્રકારની ઘટના આશ્ચર્યજનક છે. સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે.