Western Times News

Gujarati News

ભાજપને હટાવીને બંગાળની ખાડીમાં ફેંકવાની જરૂર છે : તેલંગાણાનાં મુખ્યમંત્રી કેસીઆર

હૈદરાબાદ, તેલંગાણાનાં મુખ્યમંત્રી કેસીઆરે દેશમાં નવા બંધારણની માંગ કરી છે. કેસીઆરે કહ્યું કે, દેશમાં નવી વિચારસરણી, નવું બંધારણ આવવું જાેઈએ. તેમણે કહ્યું કે, દેશમાં વધુ સારા નેતૃત્વ પરિવર્તનની જરૂર છે. આ માટે અમે મુંબઈ જઈ રહ્યા છીએ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળીશું. કેન્દ્રમાં ભાજપને હટાવવાની જરૂર છે, તેમને બંગાળની ખાડીમાં ફેંકી દેવાની જરૂર છે. દેશ માટે જે જરૂરી હશે તે કરીશું. અમે શાંતિથી બેસીશું નહી. આ લોકશાહી છે, આપણા વડાપ્રધાન સ્વપ્નદ્રષ્ટા નથી.

તેલંગાણાનાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે કહ્યું છે કે, ભારતે લોકોની અપેક્ષાઓ પૂરી કરવા અને દેશ તેની સંપૂર્ણ ક્ષમતા સાથે આગળ વધે તે સુનિશ્ચિત કરવા માટે તેનું બંધારણ ફરીથી લખવાની જરૂર છે. ભાજપ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, આ પાર્ટીને હટાવીને બંગાળની ખાડીમાં ફેંકવાની જરૂર છે. અમે દેશ માટે જે જરૂરી હશે તે કરીશું, અમે ચૂપ બેસીશું નહીં. આ લોકશાહી છે.

આપણા વડાપ્રધાન સ્વપ્નદ્રષ્ટા નથી. તેલંગાણાનાં મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની આ ટિપ્પણી બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય કુમારે તેમની આકરી ઝાટકણી કાઢી અને કહ્યું કે, તેલંગાણાનાં મુખ્યમંત્રીએ ડૉ. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કર્યું છે. કુમારે તેમની દરખાસ્તને જીઝ્ર અને જી્‌ માટે અનામતને નકારવાની યુક્તિ ગણાવી. મુખ્યમંત્રી ચંદ્રશેખરે આરોપ લગાવ્યો કે, કોંગ્રેસ અને ભાજપ બંને છેલ્લા ૭૫ વર્ષમાં લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામા ખરાબ રીતે નિષ્ફળ રહ્યા છે.

તેમણે દેશમાં ગુણાત્મક પરિવર્તનની હાંકલ કરી અને જાહેરાત કરી કે તેઓ પરિવર્તન લાવવા માટે દરેક શક્ય રીતે યોગદાન આપશે. એક પ્રેસ કોન્ફરન્સમાં, મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે દેશનાં નવા એજન્ડા પર ચર્ચા કરવા માટે નિવૃત્ત આઇએએસ,આઇપીએસ અને આઇએફએસ અધિકારીઓની ટૂંક સમયમાં હૈદરાબાદમાં બેઠક યોજવામાં આવશે. તેલંગાણા રાષ્ટ્ર સમિતિનાં વડાએ કહ્યું કે, તેઓ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને મળવા માટે તેમની યોજનાઓની ચર્ચા કરવા થોડા દિવસોમાં મુંબઈ જશે. તેમણે તેમના પશ્ચિમ બંગાળ અને ઓડિશાનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને નવીન પટનાયક સહિત અન્ય ઘણા નેતાઓ સાથે બેઠક યોજવાનો પણ સંકેત આપ્યો હતો.

કેસીઆરે કેન્દ્રની ભાજપ સરકારને ઉથલાવીને બંગાળની ખાડીમાં ફેંકી દેવાનો કોલ આપ્યો હતો. ધર્મનાં નામે લોકોને વિભાજિત કરીને દેશને બરબાદ કરવા માટે ભાજપની ટીકા કરતા તેમણે કહ્યું કે, જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી આ દેશ પ્રગતિ કરી શકશે નહીં ટીઆરએસ વડાએ લોકોને, ખાસ કરીને યુવાનોને તેમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જાગવાનું આહ્વાન કર્યું હતું. ટૂંક સમયમાં અમે દેશ માટે કામ કરવાનું શરૂ કરીશું.

અમે દેશને જણાવીશું કે પરિવર્તન કેવી રીતે લાવી શકાય. કેસીઆરએ કહ્યું, અમારે ભારતનાં નવા બંધારણનો મુસદ્દો તૈયાર કરવાની જરૂર છે. ઘણા દેશોએ જ્યારે પણ તેમને જરૂર જણાય ત્યારે તેમના બંધારણો ફરીથી લખ્યા છે. આપણે નવા બંધારણ માટે પણ દબાણ કરવાની જરૂર છે કારણ કે ૭૫ મૂલ્યવાન વર્ષો વીતી ગયા છે. તેમણે દરખાસ્ત પર ઉંડાણપૂર્વક ચર્ચા કરવાની હાકલ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.