ઝઘડિયા – સરસાડ એસટી રૂટ ભાવપુરા સુધી લંબાવાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા એસટી ડેપો દ્વારા ઝઘડિયાથી રાજપારડી સંજાલી થઈ સરસાડ સુધી એસટી રૂટ ચલાવવામાં આવતો હતો.આ રૂટ ના કારણે સરસાડની આગળના કેટલાક ગામોના ગ્રામજનો તથા વિદ્યાર્થીઓને એસટી સેવાનો લાભ મળતો ન હતો.ઝઘડિયાના ધારાસભ્ય રિતેશ વસાવાએ ઝઘડિયા એસટી ડેપોમાં આ બાબતે લેખિતમાં રજૂઆત કરી હતી. ધારાસભ્યની રજૂઆતને લઈ આજરોજ રોડ સર્વે કરવામાં આવ્યો હતો.
જેમાં ધારાસભ્ય રિતેશ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા.રોડ સર્વે કર્યા બાદ ઝઘડિયા ડેપો દ્વારા ઝઘડિયા સરસાડ રૂટને લંબાવી ભાવપુરા સુધી કરવામાં આવ્યો હોવાની જાહેરાત ઝઘડિયા એસ ટી ડેપો દ્વારા કરવામાં આવી છે.હવે આ રૂટ ઝઘડિયા રાજપારડી સંજાલી સરસાડ સુથારપુરા અને ભાવપુરા સુધીનો રહેશે.