દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક) ઈચ્છાધારી નાગીન બની
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનએ હાસ્યસભર અને મનોરંજક વાર્તા સાથે દર્શકોનું સતત મનોરંજન કર્યું છે. દરેક વખત પાત્રો પોતાને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકતા જોવા મળે છે, જેને લીધે દર્શકો પેટ પકડીને હસે છે. આ પછી આપણે જોઈશું કે દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક) ઈચ્છાધારી નાગીનમાં ફેરવાશે અને દર્શકોને મનોરંજક સવારી પર લઈ જશે.
વાર્તામાં હપ્પુ (યોગેશ ત્રિપાઠી) અકસ્માતે આમલેટ તરીકે નાગીનનાં ઈંડાં ખાઈ જાય છે અને વેર વાળવા માટે નાગીન હપ્પુની પાછળ પડી જાય છે. તેને બચાવવા માટે રાજેશ નાગીનનું રૂપ ધારણ કરે છે.
રાજેશ સિંહની ભૂમિકા ભજવતી કામના પાઠકે જણાવ્યું હતું કે, “દરેક એપિસોડમાં દર્શકો માટે કશુંક રોમાંચક અને મનોરંજક હોય છે. અને હવે અમે આ નાવીન ટ્રેક લાવ્યા છીએ, જે નિશ્ચિત જ દર્શકોને પેટ પકડાવીને હસાવશે. મને આ ટ્રેક માટે શૂટ કરવાની બહુ મજા આવી. નાગીન એક એવું પાત્ર છે, જે હંમેશાં હું પડદા પર ભજવવા માગતી હતી.
હું બહુ જ ગ્લેમરસ અને મોહક દેખાઈ રહી છું. વળી નાગીન ડાન્સ પણ ભૂલી નહીં શકાય (હસે છે). નાગીન અવતારમાં પ્રવેશ કરવાની પ્રક્રિયા વિશે કામના ઉમેરે છે, “ઈચ્છાધારી નાગીન તરીકે શૂટ કરવાનું છે એ સાંભળ્યું ત્યારથી હું ભારે રોમાંચિત હતી.
મને પ્રથમ તેમણે શોમાં બીજી વાર મારે નાગીનનો લૂક ધારણ કરવાનો છે એવી જાણકારી આપી યારે મેં રોમાંચિત થઈને તેમને પૂછ્યું, “શું મને નાગીન ડાન્સ પણ કરવા મળશે?” અને તેમણે મને તરત જવાબ આપ્યો કે આ નાગીન લડવાનું દ્રશ્ય પણ ભજવશે (હસે છે). ઈચ્છાધારી નાગીન બોલીવૂડ અને ટેલિવિઝન પર એક એવું પાત્ર છે,
જે દરેક અભિનેત્રીને કોઈક દિવસ ભજવવાની ઈચ્છા હોય છે અને હું પણ તેમાંથી જ એક છું. મેં નગીના ફિલ્મમાં સ્વર્ગસ્થ શ્રી દેવીની જોઈ ત્યારથી હું તેના જેવો વેશ ધારણ કરીને પડદા પર નાગીન બનવાનું સપનું જોતી હતી. કોશ્ચ્યુમ ધારણ કરવું અને મેકઅપ અને એસેસરીઝ પૂર્ણ કરતાં બે કલાક લાગ્યા. અને હું તે હાવભાવમાં પોતાને જોવા માટે ઉત્સુત છું.
મેં મારા પરિવાર સાથે મારા પિક્ચર્સ શેર કર્યા છે, જેમની પ્રતિક્રિયા હાસ્યસભર છે. મારે કહેવું જોઈએ કે મેં ડાન્સ, ડ્રામા અને ગ્લેમરસ લૂકને બેસુમાર માણ્યા. આ તાજગીપૂર્ણ બદલાવ હતો. મને ડાન્સ કરવાનું ગમે છે અને કોઈ પણ ટ્રેકમાં તે હોય તો મને ખુશી મળે છે. દર્શકો આ હાસ્યસભર નાગીન ટ્રેક જોઈને કેવી પ્રતિક્રિયા આપશે તે જોવા હું ઉત્સુક છું.”
જોતા રહો એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનના આગામી એપિસોડમાં નાગીન તરીકે રાજેશ પાઠકને, દરેક સોમવારથી શુક્રવાર, રાત્રે 10.00 વાગ્યાથી!