ખેડબ્રહ્મા અંબિકા મંદિરે મા અંબાના પ્રાગટ્ય દિનની ઉજવણી માટે તૈયારીઓ કરાઈ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરોમાં એક એવા ખેડબ્રહ્મા અંબિકા મંદિરે જગતજનની મા અંબિકા ના પ્રાગટ્ય દિનની તૈયારીઓ છેલ્લા થોડા દિવસોથી પૂરજાેસ્તી ચાલી રહી છે.
આગામી તારીખ ૬- ૧ -૨૩ ને શુક્રવારના રોજ માં અંબાનો પ્રાગટ્ય દિન હોય હર વર્ષની જેમ અંબિકા માતાજી ટ્રસ્ટ દ્વારા મંદિરની રંગ રોગાન કરી રંગબેરંગી ફૂલોથી શણગારાય છે. ગત વર્ષે ખેડબ્રહ્મા શહેરમાં આ દિવસે ઘેર ઘેર દીપ પ્રાગટ્ય કરાયા હતા. તેમ આ વર્ષે અંબિકા માતાજી સેવક મંડળ દ્વારા ખેડબ્રહ્મા તાલુકાના તમામ ગામોમાં દીપ પ્રાગટ્ય કરાવાય તે માટે તાલુકાના ગામોમાં પ્રવાસ કરાયો હતો.