ઇન્દ્રાણ ગામે શહીદવીરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ઇન્દ્રાણ ગામે શહીદવીર જીતેન્દ્રસિંહની ૧૩ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ શહીદ વીરના સ્મારક ખાતે યોજાઈ ગયો. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, આમોદરા ગામના સરપંચ, આજુબાજુના આગેવાનો તથા ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં શહીદ વીરની યાદમાં મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી
આજથી બાર વર્ષ અગાઉ જમ્મુ કાશ્મીરના લેહ વિસ્તારમાં ફરજ દરમિયાન શહિદવિર જીતેન્દ્રસિંહ વીરગતિને પામ્યા હતા
આ શહિદ વિર જીતેન્દ્રસિંહની પુણ્યતિથિ દર વર્ષે તેમના પરિવારના સહયોગથી ઇન્દ્રાણ ગામમાં આવેલા તેમના સ્મારક ખાતે મનાવી તેમને યાદ કરવામાં આવે છે. શહીદ વીર જીતેન્દ્રસિંહની યાદમાં તેમના ગામમાં એક માર્ગ પણ શહીદ વીર જીતેન્દ્રસિંહના નામે બનાવવામાં આવેલ છે.