સાયલી ગ્રામ પંયાયત દ્વારા સાક્ષરતા યજ્ઞ યોજાયો
(પ્રતિનિધિ) સેલવાસ, સેલવાસ ના સાયલી ખાતે કેસ્ટ્રૉલ ઇડિયા લિમિટેડનાં સહયોગ થી એમપાવર ફાઉન્ડેશનને સાયલીનાં બાઈફળીયા માં અસાક્ષર પ્રોઢ ભાઈ-બહેનોને અક્ષર-જ્ઞાન આપી સાક્ષર બનાવવાનો ભગીરથ પ્રયાસ કરવામા આવ્યો.સકારાત્મક અભિગમોને પ્રોત્સાહન આપનાર સાયલી ગ્રામ પંચાયતે હવે અસાક્ષર પ્રૌઢ લોકોને સાક્ષર બનવા પ્રોત્સાહિત કર્યા.સાયલી ગ્રામ પંચાયતનાં સરપંચ કુંતાબેન પટેલ અને પંચાયત સભ્યોએ અક્ષર-જ્ઞાન અર્જિત કરી સાક્ષર બનેલા ૩૦ જેટલા આદિવાસી ભાઈ- બહેનોને ૨૮ મીએ સર્ટિફિકેટ આપી તેમનો ઉત્સાહવર્ધન કર્યુ હતું.
સાયલીનાં સરપંચ કુંતાબેન સાથે ગ્રામ પંચાયત સભ્ય સવિતાબેન, ગ્રામ પંચાયત સભ્ય જયંતિભાઈએ ચૌકીપાડામાં પ્રમાણ-પત્રો આપ્યા હતા.આ અવસરે ગામનાં વડિલ દેવજીભાઈ,અગ્રણી વિષ્ણુભાઈ વરઠા, કેસ્ટ્રૉલ ઑયલ લિ. નાં હાર્દિકજી, આદિત્યજીએ, પંચાચત સ્ટાફ દીપકભાઈ થોરાટ ઉપસ્થિત રહીને નવા-સાક્ષરોનો જુસ્સો વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે કેસ્ટ્રૉલ ઇંડિયા લિ.નાં સહયોગે એમપાવર ફાઉન્ડેશને સાયલી વિસ્તારનાં આ ૩૦ પ્રૌઢ ભાઇ- ઇવનિંગ ક્લાસમાં હિન્દી અક્ષર- જ્ઞાન આપી સાક્ષર બનાવ્યા બહેનોને ત્રણ મહિનાનાં વર્ણમાળા અને ગુજરાતી બારાખડીનું અક્ષરજ્ઞાન કરાવ્યું.. એમપાવર ફાઉન્ડેશનનેનવા- સાક્ષરોને પ્રમાણ-પત્રો આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કેસ્ટ્રૉલ ઇંડિયા લિ.નાં સહયોગે એમપાવર ફાઉન્ડેશને સાયલી વિસ્તારનાં આ ૩૦ પ્રૌઢ ભાઇ- ઇવનિંગ ક્લાસમાં હિન્દી અક્ષર- જ્ઞાન આપી સાક્ષર બનાવ્યા.એમપાવર ફાઉન્ડેશનને ૨ – ૩ વર્ષથી સાયલીનાં બાઈસફળીયા માં સાંજ નાં વર્ગોમાં અસાક્ષર પ્રૌઢ લોકોને અક્ષર જ્ઞાન આપી વાંચવા- લખવા અને સહી કરતા પણ શીખવાડયું. દિવસમાં પોતાના ધરે, ખેતર અને ફેંકટરીઓમાં કામ કર્યા બાદ બહેનો સાંજે ૭- ૮ વાગ્યા નાં વર્ગોમાં હસી- ખુશીથી અક્ષર-જ્ઞાન શીખે છે. ગ્રામીણ પ્રૌઢ લોકોને સાક્ષર બનાવવાનો કેસ્ટ્રાલ ઇંડિયા લિ. અને ફાઉન્ડેશનનો એમપાવર આ પ્રયાસ સરાહનીય છે, જેને સરપંચ કુંતાબેન અને પંચાયત સભ્યોએ વિરદાવ્યો હતો.