પ્રદેશ ભાજપ ઉપ પ્રમુખ નવિનભાઈ પટેલે મસાટ મંડળની લીધેલી મુલાકાત
(પ્રતિનિધિ) સેલવાસ, દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપના ઉપ પ્રમુખ અને સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના પ્રભારી તથા દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી નવિનભાઈ પટેલે સેલવાસ જિલ્લા ગ્રામીણના મસાટ મંડળનો પ્રવાસ કર્યો હતો. તેમણે મસાટ મંડળના બૂથ નંબર ૧૬૮મા મંડળ કમીટિની સાથે બેઠક પણ કરી હતી. અગામી લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં દાદરા નગર હવેલીમાં કમળને સોળે કળાએ ખિલવવા માટે ભાજપના તમામ પદાધિકારીઓ પોતાના તન મન અને ધનથી સમર્પણ ભાવ સાથે કામે લાગી ગયા છે. શ્રી નવિનભાઈ પટેલે મસાટ મંડળના કામકાજનું નિરીક્ષણ કર્યું હતું.
આ બેઠકમાં સેલવાસ જિલ્લા ગ્રામીણ ભાજપના અધ્યક્ષ શ્રી રાજેશ વરઠા, મસાટ વિભાગના જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી રેખાબેન પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રાજેશભાઈ સોલંકી, જિલ્લા મંત્રીશ્રી રમેશ પટેલ,એસ.સી.મોર્ચા સેલવાસ જિલ્લા ગ્રામીણના અધ્યક્ષ શ્રી દિલીપ માહ્યાવંશી, મંડળના પદાધિકારીઓ અને બૂથ અધ્યક્ષ સાથે પણ શ્રી નવિનભાઈ પટેલે ચર્ચા-વિચારણાં કરી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન મસાટ મંડળના અધ્યક્ષ શ્રી અશ્વિન પટેલે કર્યું હતું અને તેમણે સંગઠનના કાર્ય અને બૂથ લેવલની જાણકારી પણ આપી હતી.