રાજકોટમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી
રાજકોટ, શહેરમાં ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પાડવામાં આવ્યાં છે અને મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. હિરાસર જીઆઈડીસીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે, ઝડપાયેલા દારૂની કિંમત લાખ્ખો રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે, રાજકોટની હિરાસર ય્ૈંડ્ઢઝ્ર વિસ્તારમાંથી ૧૫૦૦ પેટીથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલે આ કાર્યવાહી કરી છે.રાજકોટમાં વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડા પાડી દેશી દારૂની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લિસ્ટેડ બુટલેગર પરેશ ઉર્ફે પરીઓ કિશોરભાઈ માંડલિયાને ત્યાં દરોડો પાડી ૧૨૮૫ લીટર દેશી દારૂ સહિત કુલ ૧.૫૭ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવતા જિલ્લા પોલીસની કાર્યવાહી અને કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે.મળતી માહિતી પ્રમાણે, મધ્યપ્રદેશમાંથી રાજકોટ દારૂ લાવવામાં આવતો હતો. નવાગામમાં તેમાં સ્પિરિટ ઉમેરવામાં આવતું હતું. ત્યારબાદ સ્પિરિટની માત્રામાં વધારો કરીને દારૂને માર્કેટમાં વેચવા માટે મૂકાતો હતો. હાલ પોલીસ આ સમગ્ર ઘટના મામલે તપાસ કરી રહી છે. પોલીસે દારૂનો સપ્લાય કોણ કરતું હતું એ મુદ્દે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત કયા-કયા વિસ્તારમાં દારૂ સપ્લાય કરવામાં આવતો હતો તેની તપાસ શરૂ કરી છે.