Ahmedabadમાં પાણીજન્ય રોગચાળો વકર્યોઃ મેલેરિયા-ડેન્ગ્યુના કેસમાં વધારો
(પ્રતિનિધિ) અમદાવાદ, Ahmedabad શહેરમાં ઝાડા-ઉલટી, ટાઇફોઇડ અને ડેન્ગ્યુ, કમળાના કેસોમાં વધારો થયો છે.૨૦૨૦ અને ૨૦૨૧ની સરખામણી એ પાણીજન્ય રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે. જયારે બાળકોના ઓરીના કેસોમાં થોડો ઘટાડો જાેવા મળ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં બાળકોમાં ઓરીના ૬૦૦થી વધુ કેસો નોંધાયા છે.ahmedabad water borne diseases increased
AMCના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ગત વર્ષો કરતા ચાલુ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. વર્ષ ૨૦૨૨ દરમિયાન સાદા મેલેરિયાના ૧૨૭૪ કેસ, ઝેરી મેલેરિયાના કુલ ૧૭૯, ડેન્ગ્યુના ૨૫૩૮ (વર્ષ દરમિયાન ૩ મોત), ચીકુનગુનિયાના ૨૭૮, ઝાડા ઉલ્ટીના કુલ ૬૬૦૪ કેસ કમળાના ૨૫૦૮, ટાઇફોઈડના ૩૧૩૮ અને કોલેરાના કુલ ૩૪ કેસ નોંધાયા છે.
તેની સામે ર૦ર૧માં સાદા મેલેરિયાના ૯૮૭, ઝેરી મેલેરિયાના ૧૩૮, ઝાડા-ઉલ્ટીના ૩૬૧૦, કમળાના ૧૪૩૯ અને ટાઈફોઈડના ર૧૧૬ કેસ નોંધાયા હતાં. શહેરમાં ર૦રરના વર્ષ દરમિયાન ડેન્ગ્યુના રપ૩૮ કેસ નોંધાયા હતાં જેમાં સરકારી હોસ્પિટલોમાં ૧પ૬૮ અને ખાનગી હોસ્પિટલોમાં ૯૭૦ કેસ કન્ફર્મ થયા હતાં. શહેરના મધ્યઝોનમાં ડેન્ગ્યુના ૧પ૮, પશ્ચિમ ઝોનમાં ૪ર૪, ઉત્તર ઝોનમાં ર૮૪, પૂર્વ ઝોનમાં પ૭૮, દક્ષિણ ઝોનમાં પ૩૦, ઉ.પ.ઝોનમાં ૩પ૪ અને દ.પ. ઝોનમાં ર૧૦ કેસ નોંધાયા છે. રામોલમાં સૌથી વધુ ર૦ર કેસ કન્ફર્મ થયા છે.
ડિસેમ્બર મહિનામાં પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના ૩૬૫, ઝાડા ઉલટીના ૩૬૯ અને કમળાના ૩૧૬ કેસો તેમજ કોલેરાનો ૦ કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. ડેન્ગ્યુના ૧૮૧, મેલેરિયાના ૨૩, ચિકનગુનિયાના ૧૨ અને ઝેરી મેલેરિયા ૧૧ કેસો નોંધાયા છે.
શહેરમાં બાળકોમાં છેલ્લા ત્રણ મહિનામાં ઓરીના કેસોમાં મહિનામાં વધારો થયો છે. રોજના ૧૦ જેટલા ઓરીના કેસો આવી રહ્યાં હતાં. છેલ્લા ત્રણ મહિનામાં કેસોમાં વધારો જાેવા મળ્યો હતો. ઓક્ટોમ્બરમાં ૧૧૫, નવેમ્બર ૩૩૭ અને ડિસેમ્બર ૧૩૪ કેસો ઓરીના નોંધાયા હતા.
વર્ષ દરમિયાન ૭૪૩ કેસો નોંધાયા હતા. નવ મહિનાથી પાંચ વર્ષ સુધીના બાળકોમાં ઓરીના કેસો જાેવા મળે છે. ઓરીની રસી જે બાળકોએ મુકાવી ન હોય અથવા માત્ર એક જ ડોઝ લીધો હોય તેમજ રસી ન લીધી હોય તેવા બાળકોમાં ઓરીના કેસો જાેવા મળ્યા છે.
નાના બાળકોને રસી આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે વિવિધ એનજીઓ અને સંસ્થાઓ મળી અને આ બાબતે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળાને નિયંત્રણ માં લેવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ડિસેમ્બર મહિનામાં ૩૧૪૩ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં ૭૧ જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે.
જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.