પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા મંદીરોના નિર્માણથી અનેક માનવ ચેતનાના મંદિરોનું નિર્માણ થયું છે

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજે ભગવા રંગ ને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું છે અને વિશ્વભરમાં ભગવા કપડાં પહેરેલાં સંતોને આદરપૂર્વક વંદન કરવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજે નિર્માણ કરેલા મંદીરોના નિર્માણથી અનેક માનવ ચેતનાના મંદિરોનું નિર્માણ થયું છે.
મંદિર, શાસ્ત્ર અને સંતને સંસ્કૃતિના આધાર સ્તંભ કહેવામાં આવ્યા છે અને આ ત્રણેય તત્વો બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થામાં જોવા મળે છે. ૬૦૦ એકરમાં નિર્માણ પામેલા નગરની પાછળ ૮૦,૦૦૦ થી વધારે સ્વયં સેવકોનો પુરુષાર્થ રહેલો છે તે વિશ્વભર માટે ઉદાહરણ રૂપ છે કે સ્વયંસેવકોની શક્તિ શું છે અને પ્રમુખસ્વામી મહારાજ જ તેમના આદર્શ છે.
બાળનગરી એ જ્ઞાનનગરી છે જેમાં મનોરંજનની સાથે રસપ્રદ જ્ઞાન આપવામાં આવે છે. અનેક કુદરતી અને કૃત્રિમ આપત્તિઓ માં પ્રમુખસ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ અનેક રાહતકાર્યો આ સંસ્થાએ કર્યા છે તે માટે હું તેમનો અને આ સંસ્થાનો આભારી છું.
એક નાનો બાળક ઘરે આવવા માટે આમંત્રણ આપે તો પણ પ્રમુખસ્વામી મહારાજ તેમના ઘરે પધરામણી કરવા જતાં હતાં તેવા નિર્મળ સંત હતા અને અનેકલોકોના જીવન પરિવર્તન કર્યા છે.
હું ૮૦,૦૦૦ સ્વયંસેવકો એ આપેલા નિઃસ્વાર્થ યોગદાન અને સમર્પણને લાખ લાખ વંદન કરું છું કારણકે તેમના વગર આ આયોજન શક્ય નહોતું.પ્રમુખસ્વામી મહારાજે નાનામાં નાની વ્યક્તિઓના દુક દૂર કરવા માટે પુરુષાર્થ કર્યો છે અને તેઓ એ ને સેવાને નારાયણ સેવા માનીને સમાજસેવાના કાર્યો કર્યા છે.પ્રમુખસ્વામી મહારાજે અનેક લોકોને વ્યસનમુક્ત કરીને,ધર્મની ભાવના જાગૃત કરીને ઉચ્ચ જીવન જીવવાની પ્રેરણા આપી છે.”
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતા જણાવ્યું, “યોગીજી મહારાજ કહેતા કે,‘યુવકો મારું હૃદય છે’ અને યુવકો એટલે સેવક. યોગીજી મહારાજે કહેતા કે ‘અભ્યાસ કરવો એટલે કરવો જ અને ભગવાન ભજવા એટલે ભજવા જ’.”