અત્યારસુધીની સરકારો જે ન કરી શકી એ વ્યસનમુક્તિનું વિરાટ કાર્ય પ્રમુખસ્વામીએ કર્યુંઃ અનુરાગ ઠાકુર
પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે યુવાદિનની ભવ્ય ઉજવણીઃ યુક્રેનમાંથી હજારો ભારતીય વિદ્યાર્થીઓને હેમખેમ પરત લાવવામાં બીએપીએસનો મજબૂત ટેકો- ગજેન્દ્રસિંહ શેખાવત : વિજ્ઞાન-સંચાલન અને સ્થાપત્યનો અદભુત સમન્વય એટલે પ્રમુખસ્વામી નગર – શંકર ચૌધરી
(માહિતી)અમદાવાદ, પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં યુવાદિનની ઉજવણીમાં સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના આધારસ્તંભ એવા સંત-શાસ્ત્ર-મંદિર નિર્માણનું વિરાટ કાર્ય જાેઈને પ્રમુખસ્વામી સ્વામી મહારાજ સમક્ષ નતમસ્તક છું. તેમણે કહ્યું કે, અત્યારસુધીની સરકારો જે ન કરી શકી એ વ્યસનમુક્તિનું વિરાટ કાર્ય પ્રમુખસ્વામીએ કરી બતાવ્યું. આ ઉપરાંત અહીં ૧૦ લાખ છોડનું વાવેતર અને પ્રમુખસ્વામી નગરની સ્વચ્છતા થકી સ્વચ્છ ભારત અને ગ્રીન એન્ડ ક્લીન ઇન્ડિયાનો સંદેશ પણ અહીં આવતા લાખો મુલાકાતીઓને મળી રહ્યો છે. એમ તેમણે ઉમેર્યું હતું
અનુરાગ ઠાકુરે કહ્યું કે, અહીં નાના બાળકો, યુવાનો અને વડીલો સમર્પણભાવથી સેવા કરી રહ્યા છે તે કલ્પનાતીત છે. તેમણે લોકોને અનુરોધ કરતા કહ્યું કે, દુનિયાભરમાં કદાચ ફરવાનો મોકો ન મળે તો ૬૦૦ એકરમાં ફેલાયેલા પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકત અવશ્ય લેવી જાેઈએ. દિલ્હીમાં મને મળવા આવનાર દરેક વ્યક્તિને કહું છું કે અક્ષરધામ દર્શન વિના દિલ્હીયાત્રા અધૂરી છે. એમ તેમણે ઉમેર્યું હતું.
આ વેળાએ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે સંબોધન કરતા જણાવ્યું હતું કે, જ્યારે સંત દ્વારથી પ્રમુખસ્વામી મહારાજ નગરમાં પ્રવેશ્યો ત્યારે મનમાં ૩ જ શબ્દો હતા અદભુત, અકલ્પનિય, અવર્ણનીય. તેમણે ઉમેર્યું કે, પ્રમુખસ્વામી સ્વામી મહારાજે સદીઓ જૂની સંત પરંપરાને સુદીર્ઘ બનાવી છે. અધ્યાત્મને વિજ્ઞાન સાથે જાેડીને આપણી સંસ્કૃતિને પ્રમુખસ્વામીએ વિશ્વફલક પર પહોંચાડી છે.
જેનો પરિચય રશિયા-યુક્રેન યુદ્ધ વખતે હજારો ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવતી વખતે મળ્યો. બાળપણથી આજ સુધી અનેકવાર ગુજરાતમાં આવવાનો અવસર મળ્યો છે. અંતે તેમણે કહ્યું કે, આજે વધુ એકવાર ઉદ્યામિતા અને પુરુષાર્થની આ ભૂમિને નમન કરું છું. યુવાદીનની ઉજવણીમાં સામેલ થતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવી અનુપમ દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ થઈ. અહીં માત્ર પૂજા-પાઠની વાત નથી. અહીંયા વિજ્ઞાન-સંચાલન અને સ્થાપત્યનો અદભુત સમન્વય છે.
માત્ર પ્રમુખસ્વામી મહારાજ નગર જ નહીં બીએપીએસના તમામ મંદિરોમાં આ સમન્વય જાેવા મળે છે. અબુધાબીમાં નિર્મિત મંદિરભૂમિની મુલાકાત વિશે જણાવતા તેમણે કહ્યું કે, વિદેશની ધરતી પર પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ કેટલો અજાેડ છે તેની સાબિતી મળી. સાથોસાથ વર્ષો પહેલા સારંગપુરમાં થયેલા પ્રમુખસ્વામી સ્વામી મહારાજના દર્શન અને આશીર્વાદની પળોને વાગોળી હતી. આજના દિવસે પ્રમુખસ્વામી મહારાજ નગર ખાતે યુવાદીનની ઉજવણીમાં સામેલ થતા પહેલા તમામ મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજને શ્રધાંજલિ અર્પણ કરી, વિવિધ રસપ્રદ પ્રદર્શોનો નિહાળ્યા હતા. આજના કાર્યક્રમમાં વિવિધ સામાજિક, શૈક્ષણિક અને ઉદ્યોગજગતની યુવાપ્રતિભાઓ ઉપસ્થિત રહી હતી.