ગોધરા બુક બ્રાઉઝરની શરુઆત
(પ્રતિનિધિ)ગોધરા, ગોધરા અને પંચમહાલ જિલ્લા ના પુસ્તક પ્રેમી ઓ માટે અભ્યાસુ ઓ માટે ગોધરા નગર માં ગોધરા બુક બ્રાઉઝર ગ્રુપ ની શરુઆત થઈ. છેલ્લા છ મહિનાથી એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા આવા ગ્રુપ ની શરુઆત કરવાનું આયોજન આરંભ્યું હતું.તે પૂર્ણ થયું અને એક સુંદર કાર્યક્રમ કુદરત ના ખોળે, પટેલ ફાર્મ પર યોજાયો હતો.
જેમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી હરી ગોપીનાથન નબુદ્રિપ્પાડ ત્રીવંદરુમ ખાસ પધાર્યા હતા કે જેઓ ૨૮ભાષા વ્યાકરણ સાથે બોલી લખી શકતા હતા, જેમણે ૬૭ દેશો નો પ્રવાસ કર્યો છે જેમની અંગત લાયબ્રેરી ત્રણ મકાન માં આવેલી છે અર્થાત્ ત્રણ ઘર ભરી ને પુસ્તકો છે તેવા હરી ગોપીનાથન નબુદ્રિપ્પાડ જી એ જીવન સૌંદર્ય અને સમૃદ્ધિ માં પુસ્તકો નું યોગદાન- એક વિચાર વિમર્શ અને મારા મનપસંદ પાંચ શ્રેષ્ઠ પુસ્તકો વિષય ઉપર ગોધરા ના હાજર પ્રબુદ્ધ નાગરિકો, પુસ્તક પ્રેમી ઓ ને સતત બે કલાક સુધી સંબોધ્યા હતા. ત્યાર બાદ જિજ્ઞાસુ ઓ એ પ્રશ્નોતરી કરી નવી વાતો જાણી હતી.
હવે દર મહિના ના પહેલા રવિવારે ગોધરા બુક બ્રાઉઝર નો કાર્યક્રમ યોજાશે જેમાં વિવિધ પુસ્તકો નો અભ્યાસ કરી તે પુસ્તક ઉપર એક થી દોઢ કલાક રિવ્યૂ આપવા માં આવશે. દર મહિને નવું પુસ્તક હસે અને નવા અભ્યાસુ વક્તા નો લાભ મળશે.
ગોધરા ખાતે નચિકેત બુક રિવ્યૂ ગ્રુપ ચાલે જ છે અને તે ગૃપે જ આ મોટું ગ્રુપ બનાવી વધુ માં વધુ પુસ્તક પ્રેમીઓ જાેડાય તેવા ઉદ્દેશ્ય થી આ ગોધરા બુક બ્રાઉઝર ગ્રુપ ની સ્થાપના કરી છે. કાર્યક્રમ નું સુંદર આયોજન આશિત ભટ્ટ અને ભરત પટેલ એ કર્યું હતું, કાર્યક્રમ નું સંચાલન યોગેશ પટેલ એ કર્યું હતું અને આભાર વિધિ દિનેશ પટેલે કરી હતી.