લગ્ન પૂર્વે ડ્રેસ, મેકઅપ અને જ્વેલરીનો ટ્રાયલ જરૂરી
એક સમય એવો હતો જયારે યુવતીના લગ્ન નકકી થવાથી માંડીને સાસરે જવા સુધીના ઘટનાક્રમમાં તેની પોતાની કોઈ ભુમિકા નહોતી. માતા-પિતા દ્વારાતેની ઈચ્છા અનુસાર લગ્ન નકકી કરવામાં આવતા ત્યાર પછી ઘર-પરિવાર અને સગાંસંબંધીઓ લગ્નની તમામ તૈયારીઓ કરવાની જવાબદારી ઉપાડી લેતા હતા. છોકરીને તો માત્ર એક ઢીંગલીની જેમ બેસાડી દેવામાં આવતી હતી અને તેના સંબંધમાં બધા જ નિર્ણયો લેવાનો અધિકાર બીજાને જ સોંપી દેવાતો હતો.
આજે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છ. નાના શહેરો, મહાનગરોમાં ભાવિ દુલ્હન વરરાજાને પસંદ કરવાથી લઈને લગ્નની બધી જ તૈયારીઓમાં આગળ વધીને ભાગ લે છે. દરેક સમુદાય, વર્ગની યુવતી પોતાની પરંપરાઓ, સંસ્કૃતિના રીતરિવાજાે પર પોતાની સહમતી અને અસહમતી પણ દર્શાવે છે. આજની યુવતીઓ પોતાના પર્સનલ ગ્રુમિંગ, કેશ સજ્જા, મેકઅપ, પોશાક, ઘરેણાં વગેરે બધા જ વિષયોમાં પોતાની પસંદનું પુરું ધ્યાન રાખે છે. કારણ કે લગ્નમાં એજ બધાના આકર્ષનું કેન્દ્ર હોય છે. ભાવિ નવવધૂને લગ્ન વખતે તૈયાર થતી વખતે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવી જાેઈએ વિશે થોડું જાણીએ.
રંગોની પસંદગી : લગ્ન સમયે દુલ્હન જે પોશાક પહેવા માગતી હો યતેનો રંગ તેણે પોતાની ત્વચાના રંગ મુજબ પસંદ કરવો જાેઈએ. આમ તો આ પ્રસંગે લાલ રંગને જ પ્રાધાન્ય આપવામાં આવે છે પરંતુ ગુલાબી, મજેન્ટા તેમજ કેસરી (ઓરેન્જ) પણ પહેરી શકાય. ભારતીય યુવતીઓની ત્વચા પર ગુલાબી રંગ ખૂબ જ શોભે છે.
લગ્નનો પોશાક પરફેકટ હોવો જાેઈએ : પહેલા તો નવવધૂને ભારેખમ પોશાકમાં સજાવીને મંડપમાં બેસાડી દેવામાં આવતી હતી. પણ હવે એ જમાનો નથી રહ્યો. દુલ્હને પોતાના પોશાકની પસંદગી શારિરીક રંગરૂપ પ્રમાણે કરવી જાેઈએ. ઘેરવાળા ચણિયા સાથે ફિટિંગવાળી લાંબી ચોલી ઘણી સારી લાગે છે. જાે નવવધૂ લગ્નને દિવસે પહેરવાનો પોશાક નવો ન બનાવવા માગતી હોયતો પોતાના દાદી, નાની કે મમ્મીનો પોશાક ફિટિંગ કરાવીને પણ પહેરી શકે છે.
ફેબ્રિકની પસંદગીમાં ધ્યાન રાખો : લગ્નનો પોશાક બનાવડાવો ત્યારે ફેબ્રિકનું ચયન કરતી વખતે સાવધાની રાખો. સિલ્ક અને સાટિનનું ચલણ જુનું થઈ ગયું છે. તો જરા અલગ પ્રકારનું ફેબ્રિક પસંદ કરી શકાય. એ માટે તમે કોઈ સારા પ્રોફેશનલની મદદ જરૂર લઈ શકો. પોશાકમાં ફેબ્રિક અનુસાર જ તેના પર કામ કરાવડાવો, આજકાલ ગોટા, સિકવન્સ અને આભલાની ફેશન પાછી આવી છે. જયારે ઝરી વર્ક અને જરદોશી હવે વધુ જાેવા મળતા નથી. ગોટા નખાવવાથી લગ્નનો પોશાક ચમકીલો, સુંદર તેમજ ટકાઉ બેન છે અને તેમાં ઘણી વેરાયટીઓ પણ મળી રહે છે.
જ્વેલરીનો જાદુ : કહેવાય છે કે લગ્ન વખતે સોળ શણગારમાં સજેલી દુલ્હનના શરીરના દરેક અંગ સજેલા હોવા જાેઈએ. એટલે કે તે દરેક અંગથી દુલ્હન દેખાવી જાેઈએ. જ્વેલરી પસંદ કરતી વખતે કુંદનનો સેટ પણ લઈ શકાય. એથિનક લુક માટે જડાઉ પોલકી ડાયમંડ વધુ ઉપયોગી થશે. શરીરના દરેક અંગની સજાવટ માટે નથ, ટીકો, બાજુબંધ વગેરે બધું જ પહેરો…. અને અંતમાં મેકઅપ ઃ દુલ્હન માટે મેકઅપ તેની સાજ-સજાવટનો એક ખાસ હિસ્સો છે તેના ચહેરાની પ્રાકૃતિક ગુલાબી ચમક જ દુલ્હનનો અસલી મેકઅપ છે.
જાે નવવધૂના ચહેરાની ત્વચા કાંતિમય હોય તો તેના માટે ટ્રાન્સપેરેન્ટ ફાઉન્ડેશન વધુ ઉપયોગી રહેશે. આ સિવાય તેણે ચહેરાના રંગ સાથે મેળ ખાતું હોય તેવું કન્સીલર વાપરવું જાેઈએ. લગ્નના એક મહિના પહેલાં જ યુવતીઓ પોતાના શરીર, ચહેરાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જાેઈએ. સ્પા દ્વારા શરીરનું સૌંદર્ય નિખારવું જાેઈએ.