Western Times News

Gujarati News

અક્ષરધામ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચા

ગાંધીનગર, ગાંધીનગરમાં ફરી એકવાર દીપડો દેખાયો હોવાની ચર્ચાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ પાસે દીપડો દેખાયો હોવાની ચર્ચા બાદ પોલીસ અને વનવિભાગ દોડતું થયુ હતુ. વનવિભાગે અક્ષરધામ પાસે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. ગાંધીનગર મહાનગર પાલિકાના કર્મચારીને અક્ષરધામની પાછળ આવેલા એક બંધ મકાનમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે.

દીપડો દેખાયો હોવાની વાત વાયુવેગે પ્રસરી જતા સમગ્ર વિસ્તારના લોકોમાં ભારે ભય જાેવા મળી રહ્યો છે. ત્યારે આ ચર્ચા બાદ દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સેક્ટર ૨૦માં આવેલા બંધ મકાનમાં દીપડો દેખાયો હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અક્ષરધામ પાસે સેક્ટર ૨૦ના એક બંધ મકાનમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે. મહાનગર પાલિકાના કર્મચારીએ આ દીપડો જાેયો હોવાની ચર્ચા છે. અક્ષરધામ પાસે જ દીપડો દેખાયો હોવાની વાયુવેગે પ્રસરી જતા સ્થાનિક લોકોમાં ભારે ભય જાેવા મળી રહ્યો છે. આ ઘટનાની જાણ પોલીસ અને વનવિભાગને થતા તેઓ દોડતા થયા હતા. જે બાદ અક્ષરધામ પાસે વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ.

દીપડાને પાંજરે પૂરવા માટે વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, બે દિવસ પહેલાં પણ ગાંધીનગરમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા વહેતી થઈ હતી. જેના પગલે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જાે કે, એ દિવસે પણ વનવિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ પણ તેમને સફળતા મળી નહોતી. વનવિભાગે દીપડાને પકડવા માટે પાંજરા પણ મૂક્યા હતા. આજની વાત કરવામાં આવે તો અક્ષરધામની પાછળ બંધ પડેલા મકાનમાં દીપડો દેખાયો હોવાની ચર્ચા છે.

જે વનવિભાગ દોડતુ થયુ હતુ અને દીપડાને શોધીને પાંજરે પૂરવા માટે કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનું છે કે, વનવિભાગ દ્વારા ચલાવવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન દીપડાના ફૂટ પ્રિન્ટ કે માર્ક જાેવા મળ્યા નથી. બીજી મહત્વની વાત એ છે કે, તાજેતરમાં જ ગાંધીનગરમાં બે વાર દીપડો દેખાયો હોવાની વાત સામે આવી છે. વળી આ જે વિસ્તાર છે એ નદીના પટથી પણ જાેડાયેલો છે.

જે બંધ મકાનમાં દીપડો દેખાયાની વાત છે ત્યાં આસપાસમાં ઝાડીઓ આવેલી છે. વનવિભાગનું માનવું એવું છે કે, તાજેતરમાં જ બે વાર દીપડો દેખાયો હોવાની ચર્ચા સામે આવી છે ત્યારે દીપડો પોતાની જગ્યા પણ બદલતો હોઈ શકે છે. જેના પગલે વનવિભાગની આખી ટીમ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.