બાઈડન સરકારે વિઝા ફીમાં બે ગણો વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો

વોશિંગ્ટન, અમેરિકાની સરકાર નોન-ઈમિગ્રન્ટ વર્ક આધારિત વિઝા ફીમાં ભારે વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં એચ-૧બી અને એલ વિઝા (એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર) સામેલ છે. વિઝા ફી નોકરી આપનારી અમેરિકાની કંપની ભરતી હોય છે.
એવામાં આ પ્રસ્તાવ લાગુ થવાથી નોન-ઈમિગ્રન્ટ કર્મચારીઓને કામ પર રાખવાનો ખર્ચો વધવાની આશંકા છે. રોકાણ પર ગ્રીન કાર્ડ ઈચ્છતા લોકોએ હવે પ્રારંભિક અરજી માટે જ ૧૧,૧૬૦ ડોલર ખર્ચ કરવા પડશે. બાઈડન વહીવટી તંત્રના આ પ્રસ્તાવથી ફી પહેલા કરતા ૨૦૪ ટકા વધી જશે. ફી વધારવાનો આ પ્રસ્તાવ યુએસ સિટિઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીઝએ મંગળવારે મોડી રાત્રે રજૂ કર્યો હતો.
આ પ્રસ્તાવ ૪૬૯ પેજના એક વિસ્તૃત દસ્તાવેજમાં સમાવિષ્ટ છે. જાેકે, આ ફી વધારો તાત્કાલિક લાગુ નહીં કરાય. આ પ્રસ્તાવ પર સાર્વજનિક સૂચનો માટે ૬૦ દિવસનો સમય અપાયો છે. એવામાં સશોધિત ફીનું વાસ્તવિક રૂપ લાગુ થવામાં કેટલાક મહિનાનો સમય લાગી શકે છે. યુએસસીઆઈએસ દ્વારા લગભગ ૯૬ ટકા ફંડિગ એવી જ ફાઈલિંગ ફીસથી પ્રાપ્ત કરવામાં આવે છે.
કોરોના વાયરસ મહામારીએ અમેરિકન ઈમિગ્રેશન સર્વિસીઝની કમાણીને પણ પ્રભાવિત કરી છે. કર્મચારીઓની અછતથી ત્રસ્ત અમેરિકાની ઈમિગ્રેશન એજન્સી પર જૂની એપ્લીકેશનને મંજૂરી આપવાનું દબાણ ઘણું વધી ગયું છે.
પોતાની પ્રેસ રિલીઝમાં એજન્સીએ કહ્યું કે, પ્રસ્તાવિત ફી યુએસસીઆઈએસમાં કોમ્પ્રહેન્સિવ ફી રિવ્યુનું પરિણામ છે. આ રિવ્યુમાં જાણવા મળ્યું છે કે, એજન્સીની હાલની ફી ૨૦૧૬થી બદલાઈ નતી. એવામાં તે એજન્સી સંચાલનની પૂરી પડતર વસૂલ કરવામાં ઘણી છે.
આ પહેલા અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના કાર્યકાળ દરમિયાન વિઝા ફી વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. પરંતુ, તેમના પ્રસ્તાવની અપ્રવાસી સંગઠનો અને વિપક્ષી નેતાઓએ ભારે ટીકા કરી હતી. ટ્રમ્પ વિઝા ફીમાં ઘણો વધારો કરવા ઈચ્છતા હતા.
તેમના પ્રસ્તાવમાં પહેલી વખત અમેરિકામાં શરણ માગનારાઓ પાસેથી ૫૦ ડોલરની ફી વસૂલવાની પણ વાત હતી. ટ્રમ્પના પ્રસ્તાવથી ઓછી ઉંમરના અરજીકર્તાઓને ફીમાં મળતી ઘણી રાહત પણ દૂર થઈ જાત. પરંતુ, અમેરિકાની એક ફેડરલ કોર્ટે ૨૦૨૦માં ટ્રમ્પની યોજનાને રોકી દીધી હતી. બાઈડન વહીવટી તંત્રના વિઝા ફી વધારનારા પ્રસ્તાવથી સૌથી વધુ ભારત અને ચીનના નાગરિકો પ્રભાવિત થશે.
ભારતીય નાગરિક અમેરિકાના આઈટી અને ફાર્મા જેવી કંપનીઓમાં મોટી સંખ્યામાં કામ કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયના ડેટા મુજબ, અમેરિકામાં ૧૨,૮૦,૦૦૦ ભારતીય એનઆરઆઈ, ૩૧,૮૦,૦૦૦ ભારતીય પીઆઈઓએસ અને ૪૪,૬૦,૦૦૦ ઓવરસીઝ ભારતીયો રહે છે.
આ નાગરિકો ત્યાંથી કમાણીનો મોટો હિસ્સો ભારતમાં રહેતા પોતાના પરિવારજનોને પણ મોકલે છે, જેનાથી સરકારને વિદેશી મુદ્રા ભંડાર જાળવી રાખવામાં મદદ મળે છે.SS1MS