ચીનના કોવિડ ડેટામાં કોઈ નવો વેરિયન્ટ નથી જોવા મળ્યો

બેઈજિંગ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ ચીનમાંથી મળેલા કોવિડ ડેટા પર દુનિયાને રાહત આપતા સમાચાર આપ્યા છે. ડબલ્યુએચઓએ કહ્યું છે કે ચીનમાં કોરોના વાયરસનો કોઈ નવો વેરિયન્ટ નથી મળ્યો. આ પહેલા દુનિયાને આશંકા હતી કે, જાે કોઈ નવો વેરિયન્ટ આવશે તો તેના પર અત્યાર સુધી અપાયેલી વેક્સીનનો પ્રભાવ ઓછો થઈ જશે.
ડબલ્યુએચઓને ચીનનો ડેટા ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી)એ ઉપલબ્ધ કરાવ્યો હતો. તેના એક દિવસ પહેલા ડબલ્યુએચઓના અધિકારીઓએ ચીનના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. ચીનમાં ઝીરો કોવિડ નીતિમાં ઢીલ અપાયા બાદ કોરોના કેસોમાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો. એ કારણે સમગ્ર દુનિયા કોરોનાની નવી લહેરને લઈને ચિંતિત હતી.
હાલમાં કોરોનાના સૌથી વધુ કેસ ચીન અને જાપાનમાં નોંધાઈ રહ્યા છે. ચીનમાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે, મૃતકોના અંતિમ સંસ્કાર માટે લાંબી રાહ જાેવા પડતી હતી. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીના સત્તાવાર ન્યૂઝ પેપર પીપુલ્સ ડેઈલીએ કોવિડ-૧૯ પર અંતિમ વારનો દાવો કર્યો છે.
ચીનમાં કડક કોવિડ પ્રતિબંધોને કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. એ કારણે ચીનમાં અભૂતપૂર્વ વિરોધ પ્રદર્શન પણ જાેવા મળ્યા હતા. દરમિયાનમાં સમગ્ર દુનિયાના સ્વાસ્થ્ય અધિકારીઓ કોરોનાના પ્રકોપને રોકવા માટે યુદ્ધ સ્તર પર કામ કરી રહ્યા છે. મોટાભાગના દેશોએ ચીનથી આવતા નાગરિકો માટે આરટીપીસીઆર ટેસ્ટને ફરજિયાત કરી દીધો છે.
જાેકે, ચીને તેની ટીકા કરી છે. ડબલ્યુએચઓના ડિરેક્ટર જનરલ ટ્રડોસ અધનોમ દેબ્યેયિયસએ એક બ્રીફિંગમાં જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રની એજન્સીએ હોસ્પિટલમાં એડમિટ થવા અને મોતો પર ચીનથી પાસેથી વધુ ઝડપથી અને નિયમિત ડેટા મેળવવાનું ચાલુ રાખ્યું છે.
તેમણે કહ્યું કે, ડબલ્યુએચઓ ચીનના નાગરિકોના જીવનના રક્ષણ માટે ચિંતિત છે. ચીનમાં ગત મહિને કડક કોરોના પ્રતિબંધો હટાવ્યા બાદથી ૧૪ લાખ લોકોમાં સંક્રમણ ફેલાઈ ગયું હતું. ચીનમાં લોકોને જે વેક્સીન અપાઈ છે, તે પણ સંક્રમણ રોકવામાં નિષ્ફળ રહી.
ચીને સંક્રમણના સત્તાવાર ડેટામાં માત્ર એ લોકોને સામેલ કર્યા, જેના ફેફસાંમાં વાયરસ કે શ્વાસની નળીમાં સંક્રમણ જણાયું છે. ડબલ્યુએચઓને મળેલા ચીનના આંકડા મુજબ, ચીનના સીડીસી વિશ્લેષણે સ્થાનિક રીતે પ્રાપ્ત સંક્રમણોની વચ્ચે ઓમિક્રોનના વેરિયન્ટ મ્છ.૫.૨ અને મ્હ્લ.૭ની પ્રબળતા દર્શાવી. ઓમિક્રોન વર્તમાન જીનોમ અનુક્રમણના આધાર પર મુખ્ય વેરિયન્ટ છે.
તેના જ બધા વેરિયન્ટ સતત સંક્રમણના સ્તરને વધારી અને ઘટાડી રહ્યા છે. ચીનમાં કોરોનાના કેસોને લઈને જાહેર કરાયેલા સરકારી ડેટા પર અમેરિકા સહિત ઘણા પશ્ચિમી દેશોએ શંકા વ્યક્ત કરી છે. આ દેશોનો દાવો છે કે, ચીન હજુ સુધી વાસ્તવિક આંકડા જાહેર કર્યા નથી.SS1MS