કેતકી વાલવલકર સાથે લગ્નના બંધનમાં બંધાયો રુષાદ રાણા
મુંબઈ, અનુપમામાં અનિરુદ્ધ દવેના પાત્રમાં જાેવા મળેલો રુષાદ રાણા લગ્નના બંધનમાં બંધાઈ ચૂક્યો છે. સીરિયલની ક્રિએટિવ ડિરેક્ટર કેતકી વાલવલકર સાથે તેણે આજે (૪ જાન્યુઆરી) મુંબઈમાં મહારાષ્ટ્રીયન વિધિથી સાત ફેરા લીધા. જેમાં બંનેના પરિવારના સભ્યો તેમજ અંગત મિત્રો હાજર રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર તેમની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં નવદંપતી ટ્રેડિશનલ આઉટફિટમાં દેખાયું. કેતકીએ યલ્લો કલરની સાડી, લીલા કલરની ચૂંદડી, પરંપરાગત બંગડી પહેરી છે. તો બીજી તરફ દુલ્હા રુષાદે કૂર્તો અને ધોતી પહેરી છે.
જણાવી જઈએ કે, એક્ટરના આ બીજા લગ્ન છે. આશરે ૧૦ વર્ષ પહેલા તેણે પહેલી પત્નીને ડિવોર્સ આપ્યા હતા. રુષાદ અને કેતકી એક વર્ષથી રિલેશનશિપમાં હતા અને હવે તેમણે તેમના સંબંધોને એક નવું નામ આપ્યું છે.
કેતકી વાલવલકર સાથે ક્લોઝ બોન્ડ ધરાવતી અને સીરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી તેના જીવનના આ ખાસ દિવસ પર હાજરી આપવાનું ચૂકી નહોતી. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર ન્યૂલીવેડ કપલ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સિલ્કની સાડી અને મહારાષ્ટ્રીયન નથમાં દેખાઈ.
આ સાથે તેણે લખ્યું છે ‘લો થઈ ગયા લગ્ન’. ફેન્સે બંને પર અભિનંદનનો વરસાદ કર્યો છે અને રૂપાલી આ લૂકમાં સુંદર લાગતી હોવાનું કહ્યું છે.
માલવિકા ઉર્ફે મુક્કુ ઉર્ફે અનેરી વજાણીએ પણ રુષાદ અને કેતકીના લગ્નમાં હાજરી આપી હતી. તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં કપલની તસવીર શેર કરીને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેણે લખ્યું છે ‘ખૂબ સારા લોકો અને ક્યૂટ કપલ…અભિનંદન બેબી.
૨ જાન્યુઆરીથી મહેંદી સેરેમની સાથે રુષાદ અને કેતકીના પ્રી-વેડિંગ ફંક્શન શરૂ થયા હતા. જેમાં રુપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના, પત્ની આકાંક્ષા ચમોલા, મદાલસા શર્મા, નિધિ શાહ, અનેરી વજાણી, અલ્પના બુચ, સુધાંશુ પાંડે, તસનીમ નેરુરકર, અધિક મહેતા, સાગર પારેખ, આશિષ મેહરોત્રા, અશ્લેષા સાવંત, જસવીર કૌર, એકતા સરૈયા સહિતના સીરિયલના તમામ કલાકારો હાજર રહ્યા હતા.
તમામે સાથે મળીને ખૂબ મસ્તી કરી હતી અને ડાન્સ પણ કર્યો હતો. મહેંદી બાદ મંગળવારે હલ્દી સેરેમની થઈ હતી. રુષાદ અને કેતકીએ ૪ જાન્યુઆરીએ લગ્ન કરવાનું પસંદ કર્યું તે પાછળ એક ખાસ કારણ પણ છે. વાત એમ છે કે, બંને ગત વર્ષે આ જ તારીખે પહેલીવાર ડેટ પર ગયા હતા. આ વાતનો ખુલાસો એક્ટરે વાતચીત કરતાં કર્યો હતો. આ સાથે તેણે કહ્યું હતું કે ‘કેતકી સમજદાર અને સારી છોકરી છે.
૨૦૧૩માં ડિવોર્સ બાદ ફરીથી લગ્ન કરવા અંગે હું શંકાશીલ હતો પરંતુ જ્યારે કેતકી સાથે મારી મુલાકાત થઈ તો મત બદલાઈ ગયો. મારા માતા-પિતાને પણ કેતકી ગમે છે’.SS1MS