પ્રમુખસ્વામીનગરમાં વેસ્ટ બોટલોમાંથી ડસ્ટબિન બનાવાયા
અમદાવાદ, પ્રમુખસ્વામીનગરમાં શતાબ્દી મેહોત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.આ ૬૦૦ એકરમાં અવનવી અને અદ્ભૂત વસ્તુઓ બનાવવામાં આવી છે. જેમાં સ્વચ્છતાની જાળવણી માટેે પણ અવનવા પ્રયોગો કરવામાં આવ્યા છે. જે હેઠળ ૧૭૦૦ વેસ્ટ બોટલોમાંથી ૭૦ ડસ્ટબિન તૈયાર કરવામાં આવ્યા છે. સાથે જ ડસ્ટબિનમાં એકત્ર થયેલા કચરામાંથી પણ ખાતર બનાવવામાં આવશે.આ વેસ્ટમાંથી બનેલુ ખાતર ખેડૂતોનેે આપવામાં આવશે.
પ્રમુખસ્વામી તેમના પ્રવચનમાં કહેતા હતા કે જાે આપણું આંગણુ ચોખ્ખુ હશે તો આપણું મન પણ ચોખ્ખુ થશે.આ બાબતને ધ્યાનમાં રાખીને જ સ્વચ્છતા જળવાઈ રહે અને કચરામાંથી બનાવવામાં અવોલા ખાતરથી પણ કોઈક ગરીબ ખેડૂત ને ફાયદો થાય એવો પ્રયાસ કરવામાં આવશે. આ ડસ્ટબિનમાં સુકો, ભીનો કચરોએઠવાડ શાકભાજી વગેરે કચરો એકત્ર કરીને ખાતર બનાવવાની પ્રોસેસ કરવામાં આવશે. આમ, શતાબ્દી મહોત્સવમાં અવનવી અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે.