Western Times News

Gujarati News

અરવલ્લી જિલ્લાનું આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ શુભારંભ

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના બાયડ ખાતે આઠમું વિજ્ઞાન -ગણિત -પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩ માનનીય શ્રી કુબેરભાઈ ડીંડોર આદિજાતિ વિકાસ પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યુ. મંત્રીશ્રીએ સંબોધન કરતા જણાવ્યું કે,નવું સંશોધન કરવા તરફ વિદ્યાર્થીઓ પ્રેરાય છે અને ખુબજ આગળ વધે તેના માટે ગુજરાત રાજ્યનું શિક્ષણ વિભાગ ખુબજ સુંદર પ્રયત્નો કરે છે.

આજે અનેક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ જેમાં દીકરી અને દીકરાઓ નામ રોશન કરી રહ્યા છે. અને તેના માટે ખુબજ મેહનત થઈ રહી છે.ભારત દેશ ઋષિ મુનિયોના સમયથી શિક્ષા પ્રદાન કરવામાં મોખરે રહ્યો છે. આજે દેશ વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં શિક્ષણ લેવા પ્રેરિત થયાં છે.રાજ્યના બાળકોને નવી નવી રીતથી નવા આયામો સર કરવાનાં છે જેના માટે દરેક પ્રકારની પ્રવૃત્તિઓ માટે શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર કટીબદ્ધ છે.શાળાના વિદ્યાર્થીઓ મ્યુઝિયમ અને ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને નવું જાણે અને શીખે.

માનનીયશ્રી વડાપ્રધાન દ્વારા શિક્ષણને ખુબજ મહત્વ આપીને રાષ્ટ્ર અને સમાજને એક ભેંટ આપી છે. તેમના અથાગ પ્રયત્નોથી આજે દેશ અને રાજ્યનું શિક્ષણનું સ્તર ખુબજ ઊંચું થયું છે અને સ્કિલ ડેવલોપમેન્ટના વિચાર થકી આજે શિક્ષણમાં સ્કિલ ડેવલોપમેન્ટનો સમન્વય થયો છે. જેનાથી વિદ્યાર્થીઓમાં પડેલો દરેક વિચાર આજે ભવિષ્ય ઘડતરમાં ફાળો આપી રહ્યો છે.

આજે આપણે માતૃભાષા માટેનું મહત્વ સમજી રહ્યા છીએ.આજે દરેક શિક્ષક ખુબજ સુંદર કામગીરી કરી રહ્યાં છે અને દરેક બાળકના જીવન ઘડતરમાં મહત્વનો ફાળો આપી રહ્યા છે. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર,બાયડ ધરાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અર્ચનાબેન ચૌહાણ, શાળાના સંચાલક અને શિક્ષકો અને પદાધિકારીઓ અને અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.