માણાવદરના બાટવાની શાળામાં સ્પોર્ટ ડે ઉજવાયો
(પ્રતિનિધિ) માણાવદર શિયાળાની કડકડત્તી ઠંડીમાં શરીરમાં ગરમી ઉષ્માનો જાે કોઈ લાવતું હોય તો તે રમતગમત અને કસરત છે તેથી પૂર્વ લોકોએ શિયાળામાં કસરત મળે તેવા ઉમદા હેતુ સબબ રમતગમત દિવસ જેને આધુનિક જમાનામાં લોકો સ્પોર્ટ ડે કહે છે તેને આરોગ્ય સંબંધિત ગણાવી અમલમાં મૂક્યો સ્પોર્ટ ડે માણાવદર તાલુકાના બાટવા શહેરમાં સનસાઈન સ્કુલ દ્વારા રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આધુનિક રમતો જેવી કે સંગીત ખુરશી, સ્લો સાયકલિંગ, એક મિનિટ, લીંબુ ચમચી જેવી રમતોની એક સ્પર્ધા યોજાઈ ગઈ.
આ રમત ગમત માં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમાંથી એક થી ત્રણ નંબરના વિજેતા થયેલ સ્પર્ધકોના ઇનામ અપાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષિકા સરોજબેન ધોકીયાએ આ સ્પર્ધા સફળ થાય અને બાળકોમાં જાેમ જુસ્સો અને ઉત્સાહ વધે તે માટે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિજેતા સ્પર્ધકોને શાળાના આચાર્ય તથા સ્ટાફ દ્વારા ઇનામો અપાતા હતા ત્યારે બાળકોમાં ઈંતજાર સાથે ખુશી જાેઈ શકાતી હતી