દીપિકાના બર્થ ડે પર સામે આવ્યો પ્રોજેક્ટ K માંથી ફર્સ્ટ લૂક
મુંબઈ, દીપિકા પાદુકોણની ગણતરી આજે બોલિવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. આજે એટલે કે ૫ જાન્યુઆરીએ દીપિકાનો ૩૭મો જન્મદિવસ છે. દીપિકા પાદુકોણ ‘પિકુ’, ‘પદ્માવત’, ‘યે જવાની હૈ દિવાની’, ‘છપાક’, ‘કોકટેલ’ વગેરે જેવી કેટલીય ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય બતાવી ચૂકી છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તો દીપિકાના નામનો ડંકો વાગે છે ત્યારે હોલિવુડ બાદ હવે તે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાના અભિનયનો જાદુ પાથરવા જઈ રહી છે.
દીપિકા પાદુકોણ ફિલ્મ ‘પ્રોજેક્ટ K થકી તેલુગુ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. ફિલ્મના પ્રોડક્શન હાઉસ વૈજંતી મૂવીઝ દ્વારા દીપિકાના બર્થ ડે પર ફિલ્મનું એક પોસ્ટર શેર કરવામાં આવ્યું છે. જેમાં દીપિકાએ એક પર્વતની ટોચ પર ઊભેલી જાેવા મળે છે. પોસ્ટરમાં દીપિકાની પીઠ દેખાય છે અને બેકગ્રાઉન્ડમાં સૂર્યાસ્ત થતો નજરે પડે છે.
સાથે જ પોસ્ટરમાં અંધારામાં આશાનું કિરણ તેવી ટેગલાઈન પણ જાેવા મળી રહી છે. પ્રોજેક્ટ દ્ભની ટીમે ફિલ્મમાંથી દીપિકાનો પહેલો લૂક શેર કરતાં તેને જન્મદિવસની શુભકામના આપી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મમાં દીપિકા સાથે પ્રભાસ લીડ રોલમાં છે.
આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ થવાની છે. નાગ અશ્વિનના ડાયરેક્શનમાં બની રહેલી સાઈફાઈ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે. દીપિકાના બર્થ ડે પર શાહરૂખ ખાને પણ પઠાણમાંથી તેનો નવો લૂક બતાવતા જન્મદિવસની શુભેચ્છા આપી છે.
નવા પોસ્ટરમાં જાેઈ શકો છો કે દીપિકાના હાથમાં ગન છે અને ચહેરા પર ઈજા દેખાઈ રહી છે. આ પોસ્ટર શેર કરતાં શાહરૂખ ખાને લખ્યું, મારી વહાલી દીપિકા, તું દરેક અવતારમાં સ્ક્રીન પર રાજ કરે છે. હંમેશા તારા પર ગર્વ થાય છે અને તું ઊંચાઈઓ સર કરતી રહે તેવી શુભેચ્છા.
હેપી બર્થ ડે. ખૂબ વહાલ.” જ્હોન અબ્રાહમે પણ દીપિકાનો આ લૂક શેર કરતાં તેને શુભેચ્છા આપી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો દીપિકા પાદુકોણ પાસે ‘પઠાણ’ અને ‘પ્રોજેક્ટ દ્ભ’ઉપરાંત પણ કેટલીક રસપ્રદ ફિલ્મો છે. દીપિકા હૃતિક રોશન સાથે ફિલ્મ ‘ફાઈટર’માં જાેવા મળશે. આ સિવાય તે હોલિવુડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિન્દી રિમેકમાં અમિતાભ બચ્ચન સાથે જાેવા મળશે.SS1MS