હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જ્વેલરી વ્યવસાયના સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું કરાયું આયોજન
અમદાવાદ, ગુજરાતભરથી જવેલરી બિઝનેસના નામાકીંત ૩૭ જવેલર્સો દ્વારા અમદાવાદના હેડવે બિઝનેસ સોલ્યુશન્સના માર્ગદર્શન હેઠળના એસોસિયેટ સબ્યો માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવને ૨૬મી સપ્ટેમ્બર શરૂ થઇ ૨૫મી ડિસેમ્બર ૨૦૨૨ આયોજિત કરેલ જેમાં ૧૦,૦૦૦ ઉપહારોની વણઝાર ગ્રાહકો માટે નિર્ધારિત જેને અનુલક્ષી તે ઉપહારો માટેના લકી ડ્રો નું આયોજન તારીખ ૦૫થી ૦૮ જાન્યુઆરી ૨૦૨૩ સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ, આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની બાજુમાં અમદાવાદ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રાહકોને માત્ર ૧૦,૦૦૦ રૂપિયાની જ્વેલરીની ખરીદી પર ટાટા હેરિયર કાર, હોન્ડા અમેઝ કાર, અલ્ટો કાર, આઇફોન ૧૪, એન્ફિલ્ડ બુલેટ, ઇલેક્ટ્રિક એક્ટિવા જેવા ૧ કરોડથી વધુની કિંમતની ૯૯૯૯ પ્રોત્સાહિત ભેટ ડ્રો ના માધ્યમથી આપવામાં આવ્યા હતા. આ ચાર દિવસીય પ્રોગ્રામ પરેશ રાજપરાની યુટ્યૂબ ચેનલ પર લાઈવ કરવામાં આવ્યો હતો.
હેડવે બિઝનેસ સોલ્યુશનના ઝ્રસ્ડ્ઢ પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, “જ્વેલરી વ્યાવસાયના ૩૪ વર્ષના અનુભવ અને નિપુણતાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા વિવિધ શહેરોના વિવિધ નામાંકિત સભ્યોને સાથે રાખીને એક સંગઠનના રૂપમા પ્રસ્થાપિત કરીને સંપૂર્ણ પારદર્શિતા જાળવવા માટે આ સંગઠનની સમિતિમાં અમદાવાદના મહાવીર જ્વેલર્સથી સિદ્ધાર્થભાઈ કટારીયા, પ્રીતિગોલ્ડ અને ડાયમંડથી વિપુલભાઈ પટેલ, સુવર્ણનગરી જ્વેલર્સથી સૌરભભાઈ શાહ, ભાવનગરના કે.આર.જ્વેલર્સથી કૌશાંગભાઈ કુકડીયા, સંગીતા જ્વેલર્સથી ગૌરવભાઈ લુંભાણી, પાલનપુરના અર્બુદા જ્વેલર્સથી રિકીનભાઈ અટોસ જેવા તમામ અગ્રણી વેપારી સભ્યોને સાથે રાખીને આયોજનને પૂર્ણતાના શિખર સુધી લઈ જવાની અદભૂત સફળતા મેળવી છે.
આ ઉત્સવ ગુજરાતમાં એક જ્વેલરી વ્યાવસાયનુ આકર્ષણ બની ગયો છે માનનીય પ્રધાન મંત્રી સાહેબના સપનાઓ કે ગુજરાત એક વ્યાવસાયિક ઉદ્યાન બને એ હેતુ ને પણ ગતિ આપવામાં સહયોગી બનસે એવી ધારણા છે. કોવિડની મહામારી અને યુક્રેનના યુદ્ધ જેવી વ્યાવસાયિક મંદી પછી આ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ દ્વારા જ્વેલર્સ વ્યાવસાયમાં ફરી એક નવી ઉર્જા સ્થાપિત થઈ છે જેના દ્વારા આ યોજનામાં જાેડાયેલ જ્વેલર્સોનો વેપાર૧૦૦ કરોડથી પણ વધારે થયો છે. તેમજ ગ્રાહકોને પણ આ ઉત્સવ દ્વારા માત્ર જ્વેલરી જ નહિ પરંતુ ઝવેરાત સાથે કોઈ હજારો પ્રોત્સાહિત ભેટનો લાભ મળવાપાત્ર બન્યો છે.