અબુધાબીની મસ્જિદમાં મહંત સ્વામી મહારાજ અને શેખનો ફોટો: બ્રહ્મવિહારી સ્વામી
BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ કહ્યું, “અબુધાબીમાં પરંપરાગત હિન્દુ મંદિર નું નિર્માણ થઇ રહ્યું છે તે પ્રમુખસ્વામી મહારાજના પ્રાર્થના અને આશીર્વાદ તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ની ઇચ્છાશક્તિ વગર શક્ય નહોતું. ભગવાનની દયા હોય અને પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ હોય તો આ દુનિયામાં કઈ જ અશકય નથી.
અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ બે જુદી જુદી સભ્યતા , સંસ્કૃતિ , વિચારો , નાગરિકો વગેરેને વધુ નજીક લાવશે અને તેની પાછળ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રાર્થના રહેલી છે. અબુધાબીની વિશાળ મસ્જિદમાં મહંત સ્વામી મહારાજ અને શેખ નહયાનનો ફોટો મૂકવામાં આવ્યો છે
જે વિશ્વભરમાં સંવાદિતાનો સંદેશો આપે છે.પ્રમુખસ્વામી મહારાજ દરેક ધર્મો,દરેક દેશો,દરેક સભ્યતા,દરેક માણસોને જોડતા સેતુ સમાન હતા. સૂર્ય,પૃથ્વી,પાણી,આકાશ,પ્રકાશ આ પાંચ તત્વો સમગ્ર માનવજાત માટે છે તે રીતે પ્રમુખસ્વામી મહારાજ સમગ્ર માનવજાત માટે જીવ્યા હતા. અબુધાબી અને બાહરીનમાં બનનાર સ્વામિનારાયણ હિન્દુ મંદિર છે દંતકથા સમાન છે. “
ભારત ખાતેના સિરીયાના રાજદૂત ડો. ડો. બસમ અલ ખાતીબે જણાવ્યું, “આજે પ્રમુખસ્વામી મહારાજ નગરમાં દર્શાવેલા માનવીય મૂલ્યોનું દર્શન કરીને હું ખૂબ જ ગૌરવ અનુભવું છું અને પ્રમુખસ્વામી મહારાજે પ્રેમની ભાષા વિશ્વભરમાં લોકોને શીખવી છે.”
યુએઇ ખાતે ભારતના કોનસુલ જનરલ ડો. અમન પૂરીએ જણાવ્યું, “પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં શાંતિ અને સંવાદિતા નો સંદેશો આપ્યો છે અબુધાબીમાં બની રહેલું હિન્દુ સ્વામિનારાયણ મંદિર એ તેનું ઉત્તમ ઉદાહરણ છે.”
શ્રીક્ષેત્ર ધર્મસ્થળ,કર્ણાટકના ધર્માધિકારી પદ્મશ્રી વીરેન્દ્ર હેગડેએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહાર્જની સાધુતા અને સાદગી ખૂબ જ અદ્ભુત હતી અને તેમાથી ડોક્ટર અબ્દુલ કલામ સાહેબ પણ પ્રભાવિત થયા હતા. મુખસ્વામી મહારાજ નગરના સ્વયંસેવકોનું સમર્પણ ખૂબ જ અદ્ભુત છે.”
પૂર્વ સેક્રેટરી ઓફ લેબર – યુએસએના શ્રી થોમસ પેરેઝે જણાવ્યું,
“પ્રમુખ સ્વામિ મહારાજ શતાબ્દી મહોત્સવ ખૂબ જ અદ્ભુત છે કારણકે કે તેમનું જીવન જ તેમનો સંદેશો હતો અને તેઓ સમગ્ર જીવન “બીજાના ભલામાં આપનું ભલું” એ ભાવના સાથે જીવ્યા છે. બીએપીએસ સંસ્થાએ અનેક કુદરતી આપત્તિઓમાં સમાજસેવા નું અનોખુ કાર્ય કર્યું છે તે ખૂબ જ પ્રશસનીય છે. અહીંના સ્વયંસેવકોએ માત્ર ભારતનું નહિ પરંતુ વિશ્વભરના ભવિષ્ય છે.”
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે આશીર્વચન આપતાં જણાવ્યું, પ્રમુખસ્વામી મહારાજે અખાતી દેશોમાં કરેલું વિચરણ અને અથાગ પુરુષાર્થનું પરિણામ અબુધાબી નું મંદિર છે જે શાંતિનું ધામ બનશે અને બેનમૂન બનશે તેમજ બાહરીનમાં પણ અદ્ભુત મંદિર બનશે જે ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારશે. ભગવાન સૌનું ભલું કરે તે પ્રાર્થના કરીએ છીએ”