Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશમાં દિલ્હી જેવી : કારે વિદ્યાર્થીને અડફેટે લઈ ૧ કિલોમીટર સુધી ઢસડ્યો

હરદોઈ, દિલ્લીમાં જે રીતે યુવતીને રોડ પર ઢસડવાની ઘટના સામે આવી હતી તેવી જ રીતે ઉત્તર પ્રદેશના હરદોઈ શહેરમાંથી સામે આવી છે. જેમાં એક કાર ચાલકે સાયકલ સવાર વિદ્યાર્થીને ટક્કર મારી હતી, અકસ્માત બાદ સાયકલ સવાર વિદ્યાર્થી કારમાં ફસાઈ ગયો હતો.

અકસ્માત બાદ વિદ્યાર્થી લગભગ ૧ કિલોમીટર સુધી કારની બોડીમાં ફસાવાથી ઢસડાયો હતો. હરદોઈ શહેરના ઝાબરા પુરવા ખાતે રહેતા હરિભાઈનો પુત્ર કેતન તેના મિત્રો સાથે દરરોજની જેમ સાયકલ પર સાંજે ટ્યુશન જઈ રહ્યો હતો.

સૈનિક મંડળ ચારરસ્તા પાસે પહોંચતા જ પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે વિદ્યાર્થીની સાયકલને પાછળથી ટક્કર મારી હતી. ઘટના બાદ વિદ્યાર્થી સાઈકલ પરથી નીચે પડી ગયો હતો અને કારના પાછળના ભાગે ફસાઈ ગયો. વિદ્યાર્થીને ફસાયેલા જાેઈ લોકો પણ કારની પાછળ દોડી આવ્યા હતા. કેતનને શહેરની મધ્યમાં લગભગ ૧ કિલોમીટર સુધી કાર પાછળ ઢસડાયો હતો.

અકસ્માત બાદ કાર ચાલકને લોકોએ પકડી લીધો હતો અને માર માર્યો હતો. ઉશ્કેરાયેલા ટોળાએ કાર પલટાવી દીધી હતી. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ કારચાલકને ટોળામાંથી છોડાવ્યો હતો.

ઘાયલ વિદ્યાર્થીને હરદોઈ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર કરવામાં આવી રહી છે. પોલીસે આરોપી ડ્રાઇવરને ધરપકડ કરી કોતવાલી શહેર મોકલી દીધો હતો. શહેરની મધ્યમાં બનેલી આ ઘટનાના અનેક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

પોલીસ અધિક્ષક રાજેશ દ્વિવેદીએ જણાવ્યું કે સમગ્ર મામલામાં આરોપી ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેતનના વિદ્યાર્થી મિત્રોએ પણ પોલીસને આ ઘટના અંગે વધુ માહિતી આપી હતી.

ઘટના બાદ શહેરના લોકોમાં ભયનો માહોલ છે. તાજેતરમાં, ૫ જાન્યુઆરીએ, હરદોઈ શહેરમાં માર્ગ સલામતી ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં ટ્રાફિક નિયમો વિશે મોટી વાતો કહેવામાં આવી હતી. નિયમોનું પાલન કરવાના શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા, પરંતુ અચાનક બનેલી આ ઘટના બાદ ફરી ટ્રાફિક વ્યવસ્થા પર સવાલ ઉભા થયા છે. બાળકોને લઈને વાલીઓ ભારે ચિંતિત છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.