પતિએ જ પત્ની અને માસૂમ બાળકીની કરી કરપીણ હત્યા
રાજકોટ, જામનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિ દ્વારા પત્નીની તેમજ બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો છે. પત્ની તેમજ બાળકીની હત્યા કર્યા બાદ પતિ ૧૦૦ કિલોમીટર દૂર રાજકોટથી ઝડપાયો હોવાની ઘટના સામે આવી છે.
સિવિલ હોસ્પિટલ ચોક ખાતે શંકાસ્પદ વ્યક્તિ જણાતા એ ડિવિઝન પોલીસ દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે પોલીસની પૂછપરછમાં વ્યક્તિએ પોતાની પત્ની અને બાળકીની હત્યા કરી હોવાનું પોલીસને જણાવ્યું હતું. હત્યા પાછળના કારણમાં આરોપી પતિએ પોતાની પત્નીના ચારિત્ર પર શંકા હોવાના કારણે તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના લાલપુર બાયપાસ ચોકડી નજીક હાઈવે પર આવેલી એક હોટલના પાછળના ભાગમાં હત્યા કરાયેલી હાલતમાં બે મૃતદેહ મળી આવ્યા હતા. એક મહિલા અને તેની બાજુમાં એક બાળકીનો મૃતદેહ હોવાનું સામે આવ્યું હતું. ઘટનાની જાણ થતા તાત્કાલિક અસરથી પંચકોષી બી ડીવિઝન તેમજ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તાત્કાલિક અસરથી જરૂરી પંચનામાની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ એફએસએલની ટીમની મદદ પણ લીધી હતી.
પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે તેણે જાેયું કે, મૃતક મહિલા તેમજ તેની બાજુમાં રહેલી માસુમ બાળકીના ગળા પર પણ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે. જેના કારણે બંનેનું મૃત્યુ નીપજ્યું હોવાનું પ્રાથમિક તારણ પણ જણાઇ આવ્યું હતું. હાલ તો બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
બીજી તરફ, રાજકોટ પોલીસ દ્વારા આરોપીને જામનગર પોલીસને સોંપવાની કામગીરી પણ ચાલી રહી છે. જામનગર પોલીસની વધુ પૂછપરછમાં આરોપી પતિ શું જણાવે છે તે જાેવું અતિ મહત્વનું બની રહેશે.SS1MS